કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ના સૌથી નજીક ગણાતા એવા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ નિખીલ સવાણીએ પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે. ઉપરાંત નિખીલ સવાણીએ કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે બે-ત્રણ દિવસ પહેલા કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સહિત નેતાઓ ની હાજરીમાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદાયક છે.
તેમને કહ્યું કે આ ઘટના પૂર્વ તૈયારીઓ સાથે કરવામાં આવી હતી અને આ ઘટનાને અમજા આપનાર વ્યક્તિ અગાઉ પાર્ટીમાંથી બે વખત સસ્પેન્ડ થઇ ચુક્યા છે. તેમજ તેમની સાથે રહેલા અન્ય લોકો NSUI અને યુથ કોંગ્રેસ ને પોતાના બાપ-દાદાની પેઢી સમજી NSUI અને યૂથ કોંગ્રેસની અંદર નવા યુવકોને કોઈને કઈ રીતે માનસિક ટોર્ચર અને અપમાનિત કરી કેવી રીતે પાર્ટી ને તોડી નીચે લાવી તેનું આયોજન કરતા રહ્યા છે.
તેના પર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજ સુધીમાં કોઈ પણ પ્રકારના કડક નિર્ણય કે કાર્યવાહી કરી નથી. ઉપરાંત નિખીલ સવાણીએ જણાવ્યું હતું કે યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પ્રમુખ બનાવવા માટે મેમ્બરશીપ કરવામાં આવી રહી છે જે ફક્ત પૈસા ભેગા કરવા માટે કરવામાં આવી રહી હોય તેવું શક્યતા દેખાય છે.
આ ઉપરાંત તેમને કહ્યું કે ભૂતકાળમાં લાખોની સંખ્યામાં યુવા કોંગ્રેસ દ્વારા લાખો સભ્યોની મેમ્બરશીપ કરીને કરોડો રૂપિયા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. પરંતુ મેમ્બર ના ડેટા આજદિન સુધી ક્યારે પણ ઉપયોગમાં લેવામાં આવ્યા નથી.
આ ઉપરાંત તેમને કહ્યું કે શું માત્ર યુથ કોંગ્રેસ મેમ્બરશીપ ના પૈસા ભેગા કરવા માટે જ આવી છે? જોતા એવું લાગે છે કે જેની પાસે પૈસા નો ભંડાર છે એ જ વ્યક્તિ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ બની શકે છે.
આ ઉપરાંત બીજી તરફ લાખોની સંખ્યામાં મેમ્બરશીપ થકી યુવાનો યુદ્ધ કોંગ્રેસમાં જોડાયા છે. પરંતુ ગ્રાઉન્ડ પર હજાર લોકો પણ દેખાતા નથી. આ ઉપરાંત તેમને કહ્યું કે યુથ કોંગ્રેસની ચૂંટણી માત્રને માત્ર પૈસા કમાવવા માટે જ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે.
ઉપરાંત તેમને કહ્યું કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ના પિતાનું નિધન થોડાક દિવસો પહેલા જ થયું હતું. ત્યારે આ દુઃખની ઘડીમાં કોંગ્રેસના એક પણ સિનિયર નેતા હાર્દિક પટેલના પરિવારને મળવા આવ્યા નહોતા.
આ ઉપરાંત કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી હાર્દિક પટેલનો એક પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત કોઈ પણ મહત્વના નિર્ણયોમાં કે મહત્ત્વની મિટિંગમાં પણ હાર્દિક પટેલને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
આના પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસમાં મોટા પ્રમાણમાં જૂથબંધી ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીના આવા નેતાઓના કારણે એવું ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ગુજરાત ના કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment