ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ના કેસ ઘટી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય અને ઊર્જા ક્ષેત્રે પ્રજાને લાભ આપવા અને વધુને વધુ કામગીરી હાથ ધરવાની દિશામાં ગુજરાતની રૂપાણી સરકાર ખૂબ જ ઝડપે આગળ વધી રહી છે.
જેને લઇને ગુજરાતની રૂપાણી સરકારે શિક્ષણ, ઉર્જા અને આરોગ્ય વિભાગને માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચનાઓ આપી દીધી છે. આ ઉપરાંત સમગ્ર મામલા પર ભાજપ સરકાર અને સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છ.
આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ટક્કર આમ આદમી પાર્ટી દ્વારા મળી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનો ગઢ સુરતથી સ્થાપ્યો છે.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને આમ આદમી પાર્ટી નો ડર લાગવા લાગ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાનો ગઢ જમવા માટે ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠનો તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે ભાજપ સરકારે અત્યાર થી જ કામગીરી શરૂ કરી દીધી છે.
દિલ્હીમાં સતત બે ટર્મથી શાસન કરી રહેલી આમ આદમી પાર્ટીની સરકારે કરેલા કામો જેમાં આરોગ્ય, શિક્ષણ અને ઊર્જા ક્ષેત્ર માં પ્રજાને ઘણી બધી રાહત મળી છે.
આ તમામ યોજનાઓ અને વિકાસને ધ્યાનમાં રાખીને ગુજરાતની રૂપાણી સરકાર પણ ખાસ પ્લાન કરી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની જનતાને દિલ્હીની જનતાએ તેમજ અનેક લાભો મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment