દેશની જનતાને કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડે છે. દેશમાં દિવસેને દિવસે જીવન-જરૂરિયાતની વસ્તુઓનો અભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે ત્યારે મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
પરંતુ છેલ્લા થોડાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી.
દિલ્હીમાં પેટ્રોલની વાત કરી હતી પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 101.84 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 89.87 રૂપિયા છે. અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 98.41 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.58 રૂપિયા છે.
મેહ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા ની વાત કરીએ પેટ્રોલ 42 દિવસમાં લગભગ 11.52 રૂપિયા મોંઘુ થયું છે. દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડીશા, જમ્બૂ કશ્મીર, તેલંગાણા, લદાખ, મુંબઈ, હૈદરાબાદ, બેંગલોર વગેરે રાજ્યમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે.
મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.83 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 97.45 રૂપિયા છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.49 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.64 રૂપિયા છે. મળતી માહિતી મુજબ ઓગસ્ટ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી સંભાવનાઓ છે.
એક બેઠક અનુસાર મળતી માહિતી મુજબ પેટ્રોલના ભાવમાં ટૂંક જ સમયમાં ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર હોય તેવું જોવા મળી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગે ફેરફાર થાય છે.
6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલનો ભાવ લાગુ પડે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચાઓ ઉમેરીને તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment