દેશમાં કોરોના ની બીજી ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી. પરંતુ હાલના સમયમાં અમુક રાજ્યને છોડીને મોટાભાગના રાજ્યોમાં કોરોના નું સંક્રમણ ઘટી રહ્યું છે. દેશમાં કોરોના કેસનો આંકડો 30 હજારથી નીચે આવી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના નવા 29689 કેસ નોંધાયા છે.
દેશમાં 132 દિવસ બાદ કોરોના સૌથી ઓછા કેસ નોંધાયા છે. કોરોના ના આજના કેસ ની સરખામણીમાં લગભગ 25 ટકા કેસ ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના કારણે 415 લોકોના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં 421382 લોકોએ કોરોના ના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 30621469 લોકોના થી સાજા થયા છે. દેશમાં હાલમાં કોરોનાનો રિકવરી રેટ 97.39% પર છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 42363 દર્દીઓ કોરોના માંથી સાજા થયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોના એક દિવસમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં 124 દિવસ બાદ કોરોના એક્ટિવ કેસનો આંકડો 4 લાખથી નીચે આવી ગયો છે.
દેશમાં અઠવાડિયામાં પોઝિટિવિટી રેટની વાત કરીએ તો 2.33 ટકા છે. આ ઉપરાંત દૈનિક સંક્રમણ દર 5 ટકાથી નીચે આવીને 1.73 ટકા થઈ ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 6603112 લોકોને કોરોના ની રસી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ 21 જૂન બાદ 24 કલાકમાં સૌથી વધારે રસીકરણનો આંકડો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 441912395 લોકોને કોરોના ની રસી અપાઇ ગઇ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment