દેશમાં કોરોનાની મહામારી વચ્ચે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે ખાદ્યતેલ થી લઈને એલપીજી ગેસ સિલેન્ડરના ભાવમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલની વાત કરી હતી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સમયથી કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
ત્યારે મળતી માહિતી મુજબ તમિલનાડુમાં વિધાનસભાનું બજેટ સત્ર આજે શરૂ થયું છે. ત્યારે તમિલનાડુ સરકારે પેટ્રોલ પ્રતિ લીટર 3 રૂપિયાનો ઘટાડો કરવાની મોટી જાહેરાત કરી છે. તેને લઈને રાજ્ય સરકારને દર વર્ષે 1160 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
આ ઉપરાંત બજેટમાં મહિલા સરકારી કર્મચારીઓની પ્રસૂતી રચના નવ મહિનાથી વધારીને 12 મહિનાના કરી દેવામાં આવી છે. તેમજ મળતી માહિતી મુજબ 500 કરોડના ખર્ચે સેન્ટર ફોર લાઈટ કલાઇમેટ ચેન્જ ની સ્થાપના કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા તમામ સ્વનિર્ભર જૂથને 20000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે ફાળવવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું કે રાજ્યમાં તમામ 79396 નાના ગામડાની દરેક વ્યક્તિને પ્રતિદિન 55 લિટર શુદ્ધ પાણી મળે તે માટેના પગલાં પણ લેવાશે.
આ ઉપરાંત જણાવ્યું કે એક લાખથી પણ વધારે વસ્તી ધરાવતા 27 શહેરોમાં ભૂમિગત જળ નિકાસ યોજના લાગુ કરવામાં આવશે. પેટ્રોલ-ડિઝલના ભાવની વાત કરે તે પેટ્રોલ ડીઝલનો ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે.
સવારના 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલનો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં ડીલર કમિશન, એક્સાઇઝ ડ્યુટી અને અન્ય વસ્તુ જોડીને પેટ્રોલ અને ડીઝલનો ભાવ બે ગણો થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment