ભુજ-માંડવી રોડ પર ટ્રેઇલર અને ટ્રકનું થયું અકસ્માત, અકસ્માત દરમિયાન ડ્રાઇવર…

Published on: 5:48 pm, Fri, 13 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે બુધવારના રોજ ભુજ અને માંડવી રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક ટ્રેલરચાલક રોંગ સાઇડમાં આવી ને ટ્રક સાથે ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટનામાં ટ્રક ચાલકને ઇજા પહોંચી હતી.

અને તે બેભાન થઈ ગયો હતો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી મુજબ આ સમગ્ર અકસ્માત બુધવારના રોજ રાત્રે નવ વાગ્યાની આસપાસ બન્યો હતો. આ અકસ્માતમાં ટ્રક અને ટ્રેઇલર ની એવી ટક્કર થઈ હતી કે ટ્રકનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

આ સમગ્ર અકસ્માત દરમિયાન ભાવેશભાઈ નામના એક ડ્રાઈવર અને ગંભીર રીતે ઈજા પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રેઇલરચાલક ની ફરિયાદ અનુસાર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભુજ-માંડવી રોડ પર ટ્રેઇલર અને ટ્રકનું થયું અકસ્માત, અકસ્માત દરમિયાન ડ્રાઇવર…"

Leave a comment

Your email address will not be published.


*