કોરોના મહામારી વચ્ચે રાજકોટ થી આવ્યા મોટા રાહતના સમાચાર, જાણી ને થઈ જશો ખુશ.

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. રાજકોટમાં કોરોના ને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 20 દિવસમાં 12254 લોકોએ કોરોના ને માત આપી છે. ટેસ્ટ અને ઓપીડી માં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

એટલું જ નહીં મહાનગરપાલિકાની 104 સેવામાં પહેલા 1200 કોલ આવતા તે ઘટી 210 થઈ ગયા છે. 104 માં ટેસ્ટિંગ પહેલા 910 થયા જે ઘટીને 197 થઈ ગયા છે. 20 દિવસમાં 12254 સાજા થયા જ્યારે નવા 8521 દાખલ કર્યા છે.

કોરોનાથી સાજા થતા દર્દીઓનો ડિસ્ચાર્જ રેશિયો વધ્યો છે. કોરોના ને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર એ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે સતત બીજા દિવસે લાઇન ન હતી.

ખાનગી હોસ્પિટલમાં અલગ-અલગ ડોક્ટરોની ઓપીડી માં ઘટાડો નોંધાયો છે. જોકે ખાનગી હોસ્પિટલમાં લોકોને હજુ બેડ મળતા નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલ અલગ અલગ ખાનગી વાહનો અને 108 આવતા દર્દીઓને તરત જ વારો આવી જાય છે.

રાજ્યમાં કોરોનાવાયરસ ના નવા કેસ માનસિક ઘટાડો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12545 કેસ નોંધાયા છે અને રાતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.

રાજ્યમાં આજે કોરોના સંક્રમણ થી વધુ 123 લોકોના મૃત્યુ થયા છે અને તેની સાથે કોરોનાથી ફુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*