ભાજપના નેતાઓને ધરણા ની છૂટ, અન્ય નેતાઓ રજૂઆત કરવા જાય તો પણ અટકાયત, ગુજરાતમાં લોકશાહી હનન.

167

રાજકોટમાં ભાજપ ને ગમે તેવા ઇચ્છે તેવા કાર્યક્રમો અને ધરણા યોજતા રહ્યા છે ત્યારે કોરોના મુદ્દે રાજ્ય સરકારને કહેવા એનસીપીના નેતા રેશમા પટેલ આજે કલેકટર ઓફિસે જતા તેમની ત્રણ ચાર મહિલા પોલીસકર્મીએ બળજબરી પૂર્વક ખેંચીને અટકાયત કરતા હંગામો મચ્યો હતો.

એક તરફ ભાજપે બંગાળમાં લોકતંત્રનું TMC દ્વારા હનન થઈ રહ્યા મુદ્દે વિરુદ્ધ ધરણાં યોજયા હતા ત્યારે ઉપરોક્ત ઘટના અંગે વિપક્ષોએ બંગાળની ચિંતા કરનાર ભાજપને ગુજરાતના લોકો બેડ, ઇન્જેક્શન, icu, ઓક્સિજન વગેરેના અભાવે મોતને ભેટી રહ્યા છે.

તેની ચિંતા નથી આ અંગે સરકારનું ધ્યાન દોરવા જઈએ ત્યારે લોકતંત્રનું હનન કરીને મનસ્વી રીતે અટકાયત કરવામાં આવે છે તેઓ રોષ ઠાલવ્યો હતો.

રેશમા પટેલે જણાવ્યું કે ભાજપના નેતાઓ સોનાર બાંગ્લા ની હાર પચાવી શક્યા નથી તેનો શોખ મનાવવા ગલીએ ગલીએ ધરણા કર્યા છતાં તેમની કોઈ અટકાયત ન કરાય અને તમે કોરોના દર્દીઓની તાકીદે મેડિકલ સુવિધા પૂરી પડે.

તે માટે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા ત્યાં તેઓની બળજબરીપૂર્વક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ભાજપે સમજવું જોઈએ કે લોકશાહીનું હનન તો ગુજરાતમાં જ થઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!