કોરોનાવાયરસ ને લઈને ગુજરાતીઓ માટે આવ્યા મોટા રાહતના સમાચાર, આ તારીખ બાદ સૌથી ઓછા….

કોરોનાવાયરસ ને લઈને ગુજરાતીઓ માટે એક રાહત ના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતીઓ માટે મહત્વના અને રાહતના સમાચાર એ છે કે, સતત ત્રીજા દિવસે કોરોના ના કેસો 1200 થી ઓછા નોંધાયા છે જે છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ ના નવા પોઝિટિવ કેસ 1158 નોંધાયા છે. જે 25 ઓગસ્ટ બાદ નોંધાયેલા સૌથી ઓછા દૈનીક કેસોમાં આ એક છે. આ સાથે ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત નો આંકડો હવે 1 લાખ 53 હજાર 923 થયો છે.

એક અઠવાડિયા અગાઉ 16496 એક્ટિવ કેસ હતા તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.છેલ્લા 24 કલાકમાં વધુ દર્દીઓ મૃત્યુને ભેટ્યા છે. તેની સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3587 પહોંચ્યો છે. રાહતના સમાચાર ગુજરાતીઓ માટે એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1 હજાર 375 દર્દીઓ સાજા થયા છે.

આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી 135127 દર્દીઓએ કોરોના ને માત આપી છે અને રિકવરી વધીને 87.79 ટકા થયો છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,81,949 હોમ આઈસોલેશન કરવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*