નફાખોરી ના પગલે સીંગતેલ સહિત ખાધતેલોના ભાવ ખુબજ ઊંચાઈ પર લઈ જવાયા બાદ 54 દિવસ બાદ પ્રથમવાર 2600 ની નીચે ભાવ ઉતર્યા છે. જોકે આ ભાવ ઘટાડો એ લોકો માટે ફાયદાની નહિ પણ ઉઘાડી લૂંટ ઘટાડા જેવી વાત છે.
3 એપ્રિલ બાદ 22,23 એપ્રિલ ના પણ સીંગતેલ 15 કિલો ડબ્બામાં ભાવ 2660-2700 એ પહોંચાડી દેવાય હતા. 14 મે થી તેલ ના આંશિક ઘટાડાનો દોર શરૂ થયો છે.
અને આજે સીંગતેલ નવા 15 કિલોના ડબ્બા ના ₹ 2545-2585 ના ભાવે સોદા થયા હતા જયારે કપાસિયા તેલ 2350-2390, પામોલિન તેલ 2075-2080 ના ભાવ રહા હતા.
આપણે જણાવી દઈએ કે આ 15 કિલો ડબ્બા ના ભાવ હોય છે જયારે અનેક મિલો 15 લીટર ના ડબ્બા વેચાતી હોય છે અને ભાવ ઉપરોક્ત કરતા 190 ઓછા હોય છે.
બીજી તરફ ફ્યુચર ટ્રેડિંગ કે સત્તાખોરી કે વાયદાનો વેપાર પર પ્રતિબંધ મૂકવા માંગણી અને રજૂઆતો થવા છતાં તે મુદ્દે સરકાર પગલાં લીધા નથી. આના કારણે ભૌતિક ડિલિવરી થયા વગર સોદાઓ થતાં રહે અને કુત્રિમ રીતે ભાવમાં વધુ પડતી વારંવાર વધધટ, ઉછલ ફૂડ નો દોર જારી રહે તેવી સંભાવના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment