કોરોનામાં નિષ્ફળતાનો ટોપલો રૂપાણી ના માથે નાખવા ભાજપના આ દિગ્ગજ નેતાઓ સક્રિય.

Published on: 11:02 am, Wed, 26 May 21

રાજ્ય સરકાર ની અસરકારક કામગીરી ને કારણે વાયરસ ના કેસોમાં ઘટાડો નોંધાયો છે અને લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. મહામારીમાં આરોગ્ય વિભાગ ની નિષ્ફળતા ને લીધે હોસ્પિટલ આરોગ્ય સેવાઓ જાણે ખાડે ગઈ હતી. આરોગ્ય વિભાગ ની નિષ્ફળતા નો ટોપલો મુખ્યમંત્રી વિજય રૂપાનીના માથે ઢોળવા ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ પાછલા બારણે સક્રિય થયા છે.

સરકાર કરતા વધુ સંગઠન વધુ કાર્યશીલ છે અને લોકોને પડખે છે તેવો દેખાડો કરવા કમલમ માંથી ધૂમ પ્રયાસો થઈ રહ્યા છે. કોરોના ની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર બની રહી છે. આરોગ્ય ની સેવાઓ એટલી હદે ખોરવાઈ હતી.

હોસ્પિટલમાં દર્દીઓ ને પથારી મળતી ન હતી. એમબ્યુલન્સ જ દર્દીની સારવાર આપવી પડતી હતી. ઓકસીજન સિલિન્ડર મેળવવા લોકોને ફાંફાં મારવાં પડતા હતા.

બેડ અને સારવાર માં અભાવે કેટલાક દર્દીઓએ જીવ ગુમાવવા પડ્યા હતા. સૂત્રોના મતે, પાટિલ ભાવુ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બંને દિગ્ગજ નેતા વિજય ભાઈ મે મુખ્યમંત્રી પદે થી હટવાય તેવી લાળ ટપકાવીને બેઠા છે.

હકીકત એવી છે કે મહામારીમાં આરોગ્ય વિભાગ ની કારમી નિષ્ફળતા ને પગલે ભાજપની પ્રતિષ્ઠા ખરડાઇ છે અને જેના કારણે પ્રધાનમંત્રી મોદીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને ઠપકો આપ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનામાં નિષ્ફળતાનો ટોપલો રૂપાણી ના માથે નાખવા ભાજપના આ દિગ્ગજ નેતાઓ સક્રિય."

Leave a comment

Your email address will not be published.


*