ગાંધીનગરના ઘનશ્યામ પટેલના કેસને લઈને નવો ખુલાસો : ઘનશ્યામ પટેલની છાતી ઉપર તેનો પત્નીનો પ્રેમી બેસી ગયો, ત્યારબાદ દીકરીએ કટર વડે પિતાનું ગળું…

ગાંધીનગરના કોલવડા ગામના ઘનશ્યામ પટેલના કેસનો એક નવો ખુલાસો થયો છે. આ ઘટનામાં ઘનશ્યામ પટેલની પત્નીના પ્રેમી સંજય પટેલ અને તેની પત્ની સોનલ પણ ઘનશ્યામ પટેલનો જીવ લેવામાં સાથ આપ્યો હતો. ઘટના બની તે દિવસે ઘનશ્યામ પટેલ ગાઢ નિંદ્રામાં સુતેલા હતા, ત્યારે સૌપ્રથમ પ્રેમી સંજય ઘનશ્યામ પટેલની છાતી ઉપર બેસીને ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે.

આ દરમિયાન ઘનશ્યામ પટેલની રીશીતા અને 15 વર્ષની દીકરીએ ઘનશ્યામ પટેલના હાથ પકડીને કટર વડે ઘનશ્યામ પટેલના ગળા પર પ્રહાર કર્યા હતા. જ્યારે સંજયની પત્ની સોનાલી ઘનશ્યામ પટેલના પગ પકડી રાખ્યા હતા. આ ચારેય લોકોએ મળીને ઘનશ્યામ પટેલનો જીવ લીધો હતો તેવું પેથાપુર પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર ઘનશ્યામ પટેલને દારૂ પીવાની ટેવ હતી. જેને લઇને ઘનશ્યામ પટેલ અને તેમની પત્ની રીશીતા વચ્ચે રોજબરોજ ઝઘડો થતો હતો.

ત્યારે ઘનશ્યામ પટેલને પોતાની પત્ની રીશીતાના પ્રેમ પ્રકારની જાણ થઈ હતી, તેથી ઘનશ્યામ પટેલ પોતાની પત્ની સાથે વધુ ઝઘડવા લાગ્યા હતા. ઘર કંકાસ વધવાના કારણે રીશીતા પોતાની 15 વર્ષની દીકરીને લઈને અમદાવાદ રહેવા જતી રહી હતી. આ દરમિયાન રીશીતાની ખાસ બહેનપણી સોનલ અને તેના પતિ સંજય પટેલે તેમને બનતી બધી મદદ કરી હતી. આ દરમિયાન રીશીતા અને સંજય પટેલ વચ્ચે પ્રેમ સંબંધો વધ્યા હતા.

આ વાતની જાણ સંજય પટેલની પત્ની સોનલને ન હતી. ત્યારે બીજી તરફ ઘનશ્યામ પટેલને પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા થવા લાગી હતી. તેથી તેઓ બધું ભૂલી જવા માગતા હતા. એવામાં ઘનશ્યામ પટેલના નામે રહેલી ત્રણ વીઘા જમીનના ભાવ આસમાની સપાટીએ પહોંચતા તેમની પત્ની રીશીતાના મનમાં લાલચ જાગી હતી. તે પોતાના પ્રેમી સંજય વિના પણ રહી શકે તેમ ન હતી. તેથી સંજય અને રીશીતાએ ઘનશ્યામ પટેલનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો.

અને ઘનશ્યામ પટેલના નામે રહેલી જમીન વેચીને જે પૈસા આવશે તે લઈને ભાગી જવાનું પણ નક્કી કર્યું હતું. 15 વર્ષની દીકરી પણ પોતાના પિતા ઘનશ્યામ પટેલ થી નારાજ હતી. જેનો ફાયદો ઉઠાવીને રીશીતાએ દીકરીના મગજમાં પોતાના પિતા વિરુદ્ધ કાન ભર્યા હતા. પ્લાન ના મુજબ રીશીતા અને તેમની દીકરી ઘનશ્યામ પટેલ સાથે રહેવા ચાલ્યા જાય છે. ઘનશ્યામ પટેલ પોતાની દારૂની લત છોડી દે છે. અચાનક જ દારૂની લત છૂટવાના કારણે ઘનશ્યામ પટેલ રાતે સુઈ શકતા ન હતા.

તેથી તેમની પત્ની તેમને ઊંઘની ગોળી આપતી હતી. 20 જૂનના રોજ રીશીતાએ પોતાના પ્રેમી સાથે મળીને ફોનમાં આ આખી ઘટનાનો પ્લાન ઘડીયો હતો. 23 જૂનના રોજ બપોરના સમયે ઘનશ્યામ પટેલની તેમની પત્ની રીશીતાએ ઊંઘની ગોળી આપી હતી તેથી તેવું ગાઢ નિંદ્રામાં સુઈ રહ્યા હતા. ત્યારબાદ રીશીતા પોતાના પ્રેમી સંજયને ફોન કરીને ઘરે બોલાવે છે. રીશીતા અને ઘનશ્યામ વચ્ચે ઝઘડો થયો છે.

તેમ કહીને સંજય પોતાની પત્ની સોનલને પણ પોતાની સાથે લઈને આવે છે. ઘનશ્યામ પટેલના ઘરે પગે ત્યારે સોનલની ખબર પડે છે કે આ લોકો ઘનશ્યામ પટેલ નો જીવ લેવાના છે. ત્યારે પોતાની પત્નીને મનાવવા માટે સંજય કહે છે કે, રીશીતા આપણા 18 વર્ષના દીકરાને વિદેશ મોકલવા માટે પૈસા આપશે. તેથી લાલચમાં આવીને સોનલ પણ તેમનો સાથ આપે છે. ત્યારબાદ રીશીતા, સંજય, સોનલ અને 15 વર્ષની દીકરી ભેગા મળીને ઘનશ્યામ પટેલ નો જીવ લઈ લે છે. ત્યારબાદ સંજય અને સોનલ એક્ટિવા લઈને અમદાવાદ રવાના થઈ ગયા હતા. પોલીસે આ ઘટનાના તમામ આરોપીઓને પકડી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*