દરિયાની નજીક ફોટા પાડવા ભારે પડી ગયા…! દરિયાના ઊંચા મોજા વચ્ચે ફોટા પડાવી રહેલી લોકો દરિયામાં તણાઈ – વિડીયો જોઈ હચમચી જશો…

Published on: 2:32 pm, Wed, 13 July 22

મિત્રો હાલમાં સમગ્ર દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં દેશમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે લોકોને દરિયાકિનારે ન જવા માટેની સલાહ આપવામાં આવે છે.

કારણકે અત્યારે દરિયામાં ઉંચા ઉંચા મોજા અને દરિયામાં કરંટ પણ હોય છે. તેમ છતાં પણ ઘણા લોકો આળવીતરા બનીને દરિયા કિનારે જાય છે. પરંતુ અમુક વખત તેમની સાથે એવી ઘટનાઓ બનતી હોય છે, જેનાથી તેમનો જીવ પણ જોખમમાં જતો હોય છે. અને અમુક વખત ઘણા લોકો ઘણી દુર્ઘટનાનો શિકાર બની જતા હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઘણા લોકો દરિયા કિનારે પથ્થર પર ઉભેલા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દરિયો પોતાના રુદ્ર સ્વરૂપમાં દેખાઈ રહ્યો છે.

દરિયાના પાણીમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાના મોજા ખૂબ જ ઊંચે સુધી ઉછળતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ જોખમી મોજાઓ વચ્ચે કેટલાક લોકો દરિયા કિનારે ઊભા રહીને મોજ મસ્તી કરી રહ્યા છે. ત્યારે અચાનક દરિયામાં એક મોટું મોટું આવે છે. જેમાં દરિયાકિનારે આની નજીકમાં ઊભી રહેલ 3 લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

જેમાંથી એક મહિલા ઊભી થઈને તરત દરિયા કિનારેથી દૂર ચાલી જાય છે. પરંતુ અન્ય બે લોકોનું બેલેન્સ બગડે છે અને તે દરિયાના પાણીમાં તણાઈ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પાણીમાં તણાઈ ગયેલી બંને લોકો દરિયા કિનારે ઊભા રહીને ફોટો પડાવી રહી હોય છે.

આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો બૂમાબૂમ કરવા લાગે છે. એક વ્યક્તિ આ લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તે નિષ્ફળ જાય છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ વીડિયોમાં કેટલાક લોકો હિન્દી બોલતા સંભળાઈ રહ્યા છે. અમે આ વીડિયોની પૃષ્ટિ કરતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દરિયાની નજીક ફોટા પાડવા ભારે પડી ગયા…! દરિયાના ઊંચા મોજા વચ્ચે ફોટા પડાવી રહેલી લોકો દરિયામાં તણાઈ – વિડીયો જોઈ હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*