2014માં સંપૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરીને નરેન્દ્ર મોદીએ ભારતના રાજકીય ઇતિહાસમાં વિક્રમ તો રચ્યો હતો. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવો ઇતિહાસ રચ્યો છે.નરેન્દ્ર મોદીએ સૌથી વધુ સમય સત્તામાં રહેનાર બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે નો નવો વિક્રમ બનાવ્યો છે . અત્યાર સુધી સૌથી વધુ સમય સત્તામાં રહેનાર કોંગી વડાપ્રધાન તરીકે નો રેકોર્ડ અટલબિહારી વાજપેયીનું હતો .
નરેન્દ્ર મોદી ગુરૂવારે અટલ બિહારી બાજપેઈ કરતાં પણ વધુ સમય સત્તા ઉપર રહેનારા બિનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા છે.અટલ બિહારી વાજપેયી ફુલ 2268 દિવસ વડાપ્રધાન તરીકે રહ્યા છે. અત્યાર સુધી સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે બિરાજ નારા બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા . જોકે આ જ નરેન્દ્ર મોદીએ તેમના પણ પાછળ દોડ છોડી દીધા છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લદાયેલી 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી.અને મોદીએ 26 મે 2014ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.2019 માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે બહુમતી કરતાં પણ વધુ બેઠકો જીતીને ફરીથી સત્તા હાંસલ કરી અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લઈને સત્તા સંભાળી હતી.
અટલ બિહારી વાજપેયી ત્રણવાર ભારતના વડાપ્રધાન બન્યા હતા .પહેલીવાર 1996 માં વડાપ્રધાન બન્યા પરંતુ તેઓ સંસદમાં બહુમતી સાબિત ન કરી શકતા રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ 1998 અને 1999 માં વાજપેયીના વડાપ્રધાન બન્યા અને 1999 થી 2006 સુધી સત્તામાં રહ્યા . વડાપ્રધાન બન્યાના આ ત્રણેય સમયગાળામાં કુલ 2268 દિવસો સુધી વાજપેયી બિન કોંગી વડાપ્રધાન રહા નો એક વિક્રમ છે.
ભારતના રાજકીય ઇતિહાસમાં સૌથી ઓછા દિવસ માટે વડાપ્રધાન પદે રહેવાનો વિક્રમ ગુલાજારીલાલ નંદા ના નામે છે. લાલ બહાદુર શાસ્ત્રી ના નિધન બાદ 11 જાન્યુઆરી 1966 થી 24 જાન્યુઆરી 1966 સુધીના 13દિવસ માટે કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા . લાલ બહાદુર શાસ્ત્રીના નિધન પહેલા જવાહરલાલ નેહરુના અવસાન બાદ નંદા 27 મે 1964 થી 9 જૂન 1964 સુધી કાર્યકારી વડાપ્રધાન રહ્યા હતા.
જો દેશના સૌથી વધુ સમય વડાપ્રધાન રહેવાનો વિક્રમ ઉપર નજર કરીએ તો દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામે છે. વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરુએ 16 વર્ષ 286 દિવસ સત્તામાં રહ્યા હતા. ત્યારબાદ તેમના દીકરી ઈન્દિરા ગાંધી નો નંબર આવે છે જે 15 વષૅ 350 દિવસ વડાપ્રધાન તરીકે રહ્યા છે.
Be the first to comment