સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક મહિલાનું રહસ્યમય રીતે મોત થયું છે. ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાને મૃત્યુ પામેલી યુવતીના પિતાએ દીકરીના સાસરીયા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યો છે કે મૃત્યુ પામેલી મહિલાનો પતિ ઇઝરાયેલમાં હીરાનો વેપાર કરે છે. મહિલાના પતિને અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાથી વારંવાર તે પોતાની પત્નીને છૂટાછેડા માટે દબાણ કરતો હતો તેવું પણ જાણવા મળી રહ્યું છે. મૃત્યુ પહેલા છેલ્લી વખત મહિલાએ પોતાના પિતાને કહ્યું હતું કે, “આ બધા મારો જીવ લઈ લેશે, સાચું એ કંઈક પીવડાવી દીધું છે હોસ્પિટલ લઈ જાવ.”
મળતી માહિતી અનુસાર મોટા વરાછાના ઓપેરા હાઉસમાં રહેતી 29 વર્ષીય મોનિકા વેકરીયા નામની મહિલાને શુક્રવારના રોજ બપોરે ઘરેથી ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું.
દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ મોનિકાના પિતા શાંતિભાઈ ભંડેરી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. શાંતિભાઈએ સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના પ્રમાણે, મૃત્યુ પામેલી મોનિકા ના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા. અને તેને એક સંતાન પણ છે. મોનિકાનો પતિ ઇઝરાયેલમાં હીરાનો ધંધો કરે છે. જાણવા મળી રહ્યું છે કે મોનિકા નો પતિ તેને કહેતો હતો કે તું મને ગમતી નથી.
તેને અન્ય છોકરી સાથે અફેર હોવાથી છૂટાછેડા આપવા માટે મોનિકા ને તે સતત માનસિક ત્રાસ આપતો હતો. મળતી માહિતી અનુસાર મોનિકાના સાસુ પ્રવિણાબેન, સસરા મનસુખભાઈ, નણંદ પારુલ અને નેહા તેમજ નણદોઈ જસ્મીન અને નિશાંત છેલ્લા બે મહિનાથી મોનિકાને ત્રાસ આપતા હતા. આ વાતની જાણ મોનિકાએ પોતાના પિતાને પણ કરી હતી.
મોનિકાએ તેના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, મારા સાસુ સસરા, બે નણંદ મને જીવવા નહીં દે, બધા મારો જીવ લઈ લેશે. મારી સાસુ એ મને કંઈક પીવડાવી દીધું છે કહીને મોનિકાએ પિતાને હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને પોલીસે મોનિકાની પિતાની ફરિયાદના આધારે મોનિકાના પતિ સહિત સાસરીયાના સાત સભ્યો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment