હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદની 31 વર્ષીય પટેલની દીકરીનું ફ્રાન્સના પેરિસમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે ફ્રાન્સ પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર 31 વર્ષીય સાધના શૈલેષભાઈ પટેલ નામની દીકરીનું મૃતદેહ રહસ્યમય હાલતમાં મળી આવ્યું હતું. સાધનાના લગ્ન 2016 માં શૈલેષ નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. મળતી માહિતી અનુસાર 5 મે 2018ના રોજ બંને યુરોપમાં ગયા હતા. ત્યાંથી તેઓ જર્મની ગયા હતા. અને છેલ્લે તેઓ પેરિસમાં રહેતા હતા.
ત્યારે સાધનાનો મૃતદેહ મળી આવતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ સાધનાના ભાઈ ગૌરવે ગાંધીનગર જિલ્લાના વડા સહિત ફ્રાન્સ એમ્બેસી ઉપરાંત ઇન્ડિયન એમ્બેસી તથા મેયર ઓફ પેરિસ સમક્ષ અરજી કરી હતી.
સાધનાના ભાઈ ગૌરવનો આક્ષેપ છે કે, લગ્ન બાદ મારી બહેનને તેનો પતિ, સસરા અને સાસુ સહિતના પરિવારના લોકો ખૂબ જ ત્રાસ આપતા હતા. આટલું જ નહીં પરંતુ સાધનાના સાસરિયા વાળા હોય સાધનાને ઘરમાંથી કાઢી મુકી હતી. તેથી તે પેરિસમાં ફ્રાન્સ સરકાર દ્વારા સંચાલિત આશ્રય સ્થાન માં રહેતી હતી. આ અંગે મારી બહેન સાધનાએ સાસરિયાઓ વિરુદ્ધ પેરિસમાં ફરિયાદ પણ કરી હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, સાધના પોતાની માતા સાથે નિયમિતપણે ફોન વાતચીત કરતી હતી. સાધનાએ 12 માર્ચ 2022ના રોજ 150000 રૂપિયા તેના પરિવારજનોને મોકલ્યા હતા. પરંતુ 16 માર્ચ 2022થી સાધનાનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.
મળતી માહિતી અનુસાર સાધના ભાઈએ જણાવ્યું કે, ફોન સ્વીચ ઓફ આવ્યા બાદ આ અંગે અમે અમારા બનેવી તેમજ તેના માતા પિતાને પૂછ્યું પરંતુ તેઓએ કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નહીં. અને 24 તારીખના રોજ મારા મામાના દીકરાના ઇમેલ પર પેરિસથી એક મેઈલ આવ્યો હતો. જેમાં સાધનાનું મૃત્યુ થયું છે તેવું દર્શાવવામાં આવ્યું હતું.
સાધનાનું મૃત્યુ કયા કારણોસર થયું છે તેનું ચોક્કસ કારણ જાણવા માટે ફ્રાન્સ પોલીસે સાધનાના મૃતદેહને ઓપ્ટિકલ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. એટલું જ નહિ પરંતુ મેઈલમાં જણાવ્યું હતું કે, તમારી દીકરીના મૃતદેહને લઈ જવા માટે 500 યુરો મોકલી આપો. સાધનાનું મૃત્યુ કયા કારણોસર થયું અને કયા સંજોગોમાં થયું તેને લઈને હાલમાં કાર્યવાહી ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment