આજનો યુગ સતત બદલાઈ ગયો છે કે જ્યાં દીકરો અને દીકરી બંનેને સમાન માન આપવામાં આવી રહ્યું છે, ત્યારે કહીએ તો હવેનો યુગ કે જે દીકરો અને દીકરી ને અલગ નથી તારવતા અને બન્નેને સમાન હક આપી રહ્યા છે.એવામાં ઘણા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે જેમાં પરિવારમાં દીકરીનો જન્મ થતાની સાથે જ ખુશીના મારે ધામધૂમથી ઉજવણી કરતા હોય છે.
એવો જ એક પ્રસંગ મુસ્લિમ પરિવારમાંથી સામે આવ્યો છે કે જ્યાં દીકરીના જન્મ થતાની સાથે જ તહેવારની જેમ ઉજવણી કરી છે. આ પ્રસંગ ગુજરાતમાં સૌથી ઓછો કન્યા જન્મ દર ધરાવતો એવો સાબરકાંઠા જિલ્લો કે જે આજે પણ દીકરીનો જન્મ થતાંની સાથે જ તેને બોજ ન માનતા દીકરીના જન્મની ઉજવણી કરી રહ્યા છે.
ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે પહેલાના સમયમાં લોકો દીકરીના જન્મને બોજ માનતા હતા.એવામાં ઘણા સ્ત્રીભૃણ હત્યાના કિસ્સાઓ પણ બનતા હતા, ત્યારે આજનો યુગ સતત બદલાઈ ગયો છે અને દીકરીને પણ દીકરાની જેમ સમાન હક આપે છે. ત્યારે આ પરિવારમાં વાત કરીશું તો મુસ્લિમ પરિવાર કે જ્યાં દીકરીના જન્મને તહેવારની જેમ ઉજવે છે.
એવામાં હિંમતનગરના એક દાદાએ પોતાની નવજાત પૌત્રીઓ કે જેઓ પ્રથમવાર ઘરે આવતા તેને આવકારવા માટે એક અલગ જલસો કર્યો છે.ઢોલ નગારા સાથે ગુલાબની પાંદડીઓ ઉડાડીને કદાચ વરઘોડા જેવો જ પ્રસંગ બની ગયો હોય પરંતુ તે વરઘોડો નથી. એતો પરિવારમાં દીકરીના જન્મના ખુશીના મારી એ બંને દીકરીઓ ઢોલ-નગારા સાથે કરી સ્વાગત કરી રહ્યા છે.
આ પરિવાર વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી એવા યુસુફભાઈ પઠાણ અને પૂર્વ કોર્પોરેટર રહીશ આબાનુ પઠાણની પુત્રવધુ એવી રહેના કે જેણે બે દીકરીઓને જન્મ આપ્યો છે, ત્યારે સામાન્ય રીતે સમાજમાં દીકરીના જન્મને લોકો મોઢું બગડતા હોય છે.
પરંતુ અહીં કંઈક અલગ જ નજારો જોવા મળ્યું છે કે આ બંને દીકરીઓનું ઢોલ-નગારા સાથે ઘરે સ્વાગત કરવામાં આવ્યું અને યુસુફ ભાઈના ઘરે સદક અને સનાયાનો જન્મ થતાની સાથે જ પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. નવાઈની વાત તો એ કે ઘરમાં પુત્રીના પગલાં પડતાની સાથે જ એક પૌત્રીના દાદાએ ઘર આગળ જે તેમના નામની પ્લેટ લગાવી હતી.
તેની જગ્યાએ પોતાનું નામ કાઢીને પોતાની બંને પૌત્રીઓના નામ લખાવી એક અનોખી રીતે તેને આવકાર આપ્યો હતો. એવામાં યુસુફભાઈ ની પુત્રવધૂને એક ડર હતો કે બન્ને દીકરીઓના જન્મને કારણે પરિવાર મોઢું મચકોડશે તો! ત્યારે આ માહોલ જોઈને તેનો ગભરાટ પણ દૂર થઇ ગયો હતો અને આજે પણ આ શિક્ષિત વર્ગ જેઓ દીકરીના જન્મને લગ્ન પ્રસંગની જેમ ઉજવણી કરતા નજરે પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment