દીકરી મારી લાડકવાયી : આ પરિવારમાં જુડવા દીકરીઓનો જન્મ થયો, દીકરીઓની જન્મની ખુશીમાં પરિવારજનોએ કર્યું એવું કે…જુઓ વિડિયો

આધુનિક યુગમાં દીકરો અને દીકરી ને સમાન ગણવામાં આવે છે,ત્યારે જેટલું મહત્વ દીકરાને મળે છે.એટલું જ મહત્વ દીકરીને પણ મળે છે. ત્યારે ભારતે સમગ્ર વિશ્વમાં ખૂબ મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ હજી ઘણા સમાજમાં એવી માન્યતાઓ એ જન્મ લીધો છે કે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તે અભિશાપ માનવામાં આવે છે. ત્યારે આજના યુગમાં દીકરીઓ પણ અમુક એવી સિદ્ધિઓ હાંસલ કરીને સાબિત કરી બતાવ્યો છે કે દીકરીઓ માં પણ કેટલી તાકાત હોય છે.

અને એવા અવનવા કિસ્સાઓ પણ સામે આવે છે. જેમાં દીકરીઓએ કોઈ પણ સારા એવા ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરીને તેમના માતા-પિતાનું નામ રોશન કર્યું હોય. ત્યારે જણાવતા કહીશ તો દીકરી ઘરની લક્ષ્મી કહેવાય. જે ઘરમાં દીકરી ના પગલા પડે છે. ત્યા સાક્ષાત્ લક્ષ્મી અવતર્યા હોય તેમ પણ કહી શકાય. પરંતુ આવી બાબત જાણનારા અમુક લોકો છે. હજુ પણ સમાજમાં જાગૃતિ લાવવાની જરૂર છે.

ત્યારે એવો જ એક કિસ્સો આપણી સમક્ષ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં તારી સામે આવ્યો છે કે જેમાં બે જોડિયા દીકરીઓનું જન્મ થતા તેમનું હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું છે. આ દીકરીઓ વિશે વાત કરીશું તો જેમનું નામ રિદ્ધિ અને સિદ્ધિ પણ રાખવામાં આવ્યુ અને આ દીકરીનો જન્મ થતાં પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. અને આ પરિવારનું માનવું છે કે દીકરીઓ અભિશાપ નથી. તેઓ બે કુળને તારે છે અને એવી તાકાત તો માત્ર સ્ત્રીમાં રહેલી છે.

ત્યારે પરિવારજનો તેમના ઘરમાં બે જોડિયા દીકરી નો જન્મ થવાની ખુશીમાં એક શોભાયાત્રા કાઢી જેમાં દાદા સહિત આખો પરિવાર આનંદ ઉમંગ હર્ષ ભેર સાથે રથની આગળ આગળ ચાલી રહ્યા છે. વિશેષ વાત કરતા જણાવીશ તો પછી થોડા મહિના પહેલા ડુંગર ગામની દીકરી તેના માવતરને ત્યા આવી હતી ત્યારે તેમના દ્વારા બે જોડિયા દીકરીનો જન્મ આપ્યો હતો.

પરિવાર ને જાણ થતાની સાથે તેઓ માં ખુશીનો પાર ના રહ્યો અને વિશેષ વાત એ કે ગણેશ ચતુર્થીના દિવસે પરિવારના સભ્ય પરસ્પર સંમતિથી છોકરીઓના નામ પણ રિદ્ધિ અને સિદ્ધિ પડ્યા. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ત્યારે તેમાંથી પ્રેરણા લેવી જોઈએ કે આજે દરેક ક્ષેત્રમાં દીકરો જ નહીં પરંતુ દીકરી પણ આગળ ધપ છે.

અને વાત કરીએ તો આ દીકરીના જન્મ ની ખુશી લઈને પરિવારજનોએ ગામના માતા મંદિર થી લઈને દરેક જગ્યાએ સ્વાગતની તૈયારીઓ ચાલુ કરી દીધી હતી અને ડીજે ની પણ વ્યવસ્થા કરી હતી અને સમગ્ર ગામમાં એક વિશાળ શોભાયાત્રા કાઢી. આ શોભાયાત્રા એટલી પ્રિય બની જેમાંથી ઘણા લોકોએ પણ તેમાંથી પ્રેરણા લીધી અને આ શોભાયાત્રામાં બે કિલોમીટરના રૃટને કવર કરવા માટે બે કલાકનો સમય લીધો હતો.

તેથી છોકરીઓ નું સ્વાગત સવારે 11:30 શરૂ થયું હતું અને સાડા ચારે તો પુર્ણ પણ થઈ ગયું. ત્યારે જોડીયા દીકરીના દાદા દ્વારા જણાવવામાં આવ્યો કે દીકરી કોઈ અભિશાપ નથી તે કોઈને કોઈ પુણ્ય લઈને આવે છે. અને દીકરો તો માત્ર એક જ કુળ તારે છે. જ્યારે બીજી બાજુ દીકરીઓ બે કુળને તારે છે.

આવો એક કિસ્સો નહીં પરંતુ અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે. કે જ્યાં દીકરીનું મહત્વ જણાય છે. આ સમગ્ર સ્વાગત કાર્યક્રમમાં પરિવારજનો નજરા પર અલગ જ ખુશી જોવા મળી હતી અને સમગ્ર પરિવારે હર્ષોલ્લાસથી દીકરીની સ્વાગતની સુંદર ઉજવણી કરી અને અગત્યની વાત તો એ છે કે આમાંથી આપણે પણ પ્રેરણા લેવા જેવી છે કે જ્યાં દીકરો દીકરીને સમાન મહત્વ આપવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*