મિત્રો મુકેશ અંબાણીને ત્યાં આવનાર રિહાના નું પૂરું નામ રોબિન રિહાના ફેન્ટી છે. તેનો જન્મ 20 ફેબ્રુઆરી 1988 ના રોજ થયો હતો અને હાલમાં તેઓ રેકોર્ડિંગ આર્ટિસ્ટ અને મોડલ છે. તમને જણાવી દઈએ કે પોપ અપ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં રિહાના ની શરૂઆત ખૂબ જ ધમાકેદાર થઈ હતી
અને જ્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ સેરેમની માં રિહાના આવી એટલે તમામ લોકોને પ્રશ્ન છે કે તેની નેટવર્થ કેટલી છે તેની આવક કેટલી છે.મિત્રો તેનું નામ એવા લોકોમાં આવે છે જેઓ સૌથી નાની ઉંમરમાં અમીર બન્યા હતા.
એક રિપોર્ટ મુજબ રિહાના દુનિયાની સૌથી અમીર મહિલા સંગીતકાર બની છે. હાલમાં તેની ઉંમર 33 વર્ષની છે. હાલમાં રિહાના ની કુલ સંપત્તિ 1.9 બિલિયન ડોલર એટલે કે લગભગ 15751 કરોડ રૂપિયા છે. રિહાના માત્ર અમીર જ નહીં પરંતુ તે વિશ્વની સૌથી વધુ મહિલા એન્ટરટેઇનર નો ખિતાબ જીતી છે.
તો આપણે તેની કમાણી વિશે વાત કરીએ તો તે ખૂબ જ પૈસા કમાય છે અને આ સિવાય તે બ્યુટી પ્રોડક્ટસ માંથી પણ સારી એવી કમાણી કરે છે અને તેની કુલ સંપત્તિમાંથી કોસ્મેટિક કંપની 1.4 બિલિયન ડોલરની કમાણી કરે છે. આ કોસ્મેટીક કંપનીની જાહેરાતો તેઓએ 2017 માં શરૂ કરી હતી અને અત્યાર સુધી તે યમ એન્ડ કંપની સાથે જોડાયેલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment