પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું…, ખીરાસા ગામે ડેમમાં નાહવા માટે પડેલા ASIનું ડૂબી જવાના કારણે કરુણ મૃત્યુ – ચાર વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ડેમમાં ડૂબી જવાના કારણે ASIનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના વંથલી નજીક ખીરાસા ગામે ડેમમાં નાહવા પડેલા ASI પરેશ ચાવડાનું ડૂબી જવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ASI પરેશ ચાવડા અમદાવાદ ખાતે એલસીબીમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતાના વતન વંથલી તાલુકાના ખોરાસા ગામે તહેવારની રજા માણવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેઓ ડેમમાં નહાતી વખતે ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.

જેના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ASI પરેશ ચાવડાનું મૃત્યુ થતાં તેમના પરિવારજનો અને પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો હતો. ASI પરેશ ચાવડા જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે આવેલા ખોરાસા આહીર ગામે ગયા હતા. જ્યાં તેઓ શનિવારના રોજ પોતાના મિત્રો સાથે ખોરસા ડેમમાં નાહવા માટે ગયા હતા.

આ દરમિયાન ASI પરેશ ચાવડા ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બની ત્યારે ત્યાં હાજર તેમના મિત્રોએ તેમને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ ASI પરેશ ચાવડાનો જીવ બચાવી શક્યા ન હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પરેશ ચાવડા ના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 2016 ની બેચના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પરેશ ચાવડા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા.

તેઓ જન્માષ્ટમીના તહેવાર હોવાના કારણે પોતાના વતન આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમના મૃત્યુના કારણે ચાર વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેઓ દાણીલીમડા પોલીસ લાઈન ખાતે પોતાના પરિવાર સાથે રહેતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*