લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો..! જાનમાં ડીજેના તાલ પર નાચી રહેલા જાનૈયાઓને ઈકો કારે કચડી નાખ્યા, વરરાજાના 2 ભાઈઓ સહિત 3 લોકોના મોત…

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે બુધવારના રોજ મોડી રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી કાર જાન લઈને જઈ રહેલા જાનૈયાઓને કચડી નાખ્યા હતા. અકસ્માતની ઘટનામાં વરરાજાના બે પિતરાઈ ભાઈઓ સહિત 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં છથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ગંભીર અકસ્માતની ઘટના મેરઠના જાની વિસ્તારમાં બની હતી. વિગતવાર વાત કરીએ તો જાની વિસ્તારમાં પ્રતાપ ચૌધરી નામના વ્યક્તિના લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. પ્રિયા નામની યુવતી સાથે પ્રભાત ચૌધરીના બાફર મેરેજ હોલમાં લગ્ન થવાના હતા.

બુધવારના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ લગ્ન મંડપની સામે દ્વાર પૂજા ચાલી રહી હતી. ડીજેના તાલ પર જાનૈયાઓ મન મૂકીને ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન મેરઠ તરફથી આવી રહેલી એક ઝડપી મારુતિ ઇકો કાર અચાનક બેકાબુ બની ગઈ હતી. જેના કારણે ઇકો કારે જાનમાં ડીજેના તાલ પર નાચી રહેલા જાનૈયાઓને કચેરી નાખ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં છ થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા છે.

જ્યારે અકસ્માતની ઘટનામાં વરરાજાના કાકાના દીકરા વિકાસ અને કાકાના દીકરા વરણનું દર્દનાક મોત થયું છે. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગંભીર અકસ્માતની ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલકને પકડી લેવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે કારના ડ્રાઇવરને કસ્ટડીમાં લઈને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા ત્રીજા વ્યક્તિનું નામ મહેન્દ્ર હતું. મહેન્દ્ર ગાઝિયાબાદથી લગ્નમાં હાજરી આપવા માટે અહીં આવ્યો હતો ત્યારે અકસ્માતમાં તેને પોતાનો જીવ ગુમાવ્યો છે.

અચાનક કાર ચાલક સ્ટેરીંગ પરથી કેવી રીતે કાબુ ગુમાવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ દર્દનાક ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટના બન્યા બાદ લગ્ન માફક ન રાખવામાં આવ્યા હતા. મોડી રાત્રે દુલ્હનને ખૂબ જ ઉદાસ વાતાવરણમાં વિદાય આપવામાં આવી હતી. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*