સાળાના લગ્ન પતાવીને ઘરે પરત ફરતા 2 બાળકોના પિતાને રસ્તામાં કાળ આંબી ગયો, હાઇવે પર કાર દિવાલ સાથે અથડાતા…પરિવારનો આધાર છીનવાઈ ગયો…

Published on: 7:07 pm, Wed, 8 February 23

રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ નજીક આજરોજ વહેલી સવાર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં વહેલી સવારે એક સ્વિફ્ટ કાર ફૂલને દીવાલ સાથે અથડાઈ હતી. જેના કારણે કાર પુલ પરથી નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અશોકભાઈ બંધીયા હતું. અશોકભાઈ સાળાના લગ્ન કરવા માટે ચાવંડ ગયા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ તેઓ પોતાના ઘરે રાજકોટ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

અશોકભાઈ રાજકોટની મવડી ચોકડી પાસે ઉદયનગરમાં રહેતા હતા. તેમની ઉંમર 33 વર્ષની હતી. અશોકભાઈ ગઈકાલે પોતાની સ્વીફ્ટ કાર લઈને ઢસાના ચાવંડ ગામે સાળાના લગ્નમાં ગયા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ અશોકભાઈ પોતાની કાર લઈને રાજકોટ આવવા માટે નીકળ્યા હતા.

ત્યારે વહેલી સવારે અચાનક જ તેમને કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું. જેના કારણે કાર ફૂલની દીવાલ સાથે અથડાઈને રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં અશોકભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યાર પછી 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે અશોકભાઈનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ આજે ડેમ પોલીસ મથકના પીએસઆઇ એ.એન.મહેતા અને એએસઆઈ વી.બી.સુખાનંદ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા અશોકભાઈ એક પ્રાઇવેટ નોકરી કરતા હતા. તેમના મૃત્યુના કારણે એક દીકરાએ અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાળાના લગ્ન પતાવીને ઘરે પરત ફરતા 2 બાળકોના પિતાને રસ્તામાં કાળ આંબી ગયો, હાઇવે પર કાર દિવાલ સાથે અથડાતા…પરિવારનો આધાર છીનવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*