લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો..! ભાઈના દીકરાના લગ્નમાં જઈ રહેલા વૃદ્ધ વ્યક્તિનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત, વહેલી સવારે તેમની સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે મહેસાણામાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બોરીયાવી ગામના એક વૃદ્ધ વ્યક્તિ વહેલી સવારે અમદાવાદ પોતાના ભાઈના દીકરાના લગ્નમાં જવા માટે બાઈક લઈને નીકળ્યા હતા.

ત્યારે રસ્તામાં મહેસાણાના મેવાડથી ટોલટેક્સ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ જયંતીભાઈ મકવાણા હતું. જયંતીભાઈ અમદાવાદ ખાતે રહેતા તેઓના ભાઈના દીકરાના લગ્નમાં વહેલી સવારે પોતાના ઘરેથી નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં એક અજાણ્યા વાહન ચાલકે જયંતીભાઈની બાઈક ને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે જયંતીભાઈ ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. આ કારણસર જયંતીભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જયંતીભાઈ ના પરિવારના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેમને સારવાર માટે તાત્કાલિક મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જયંતીભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. જયંતીભાઈનું મૃત્યુ થતાં જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને અશોકભાઈ મકવાણા નામના વ્યક્તિએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*