હાલમાં બનેલી એક દુઃખદાયક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ફુલબાઈ ખેડામાં ભેદી બીમારીના કારણે ચાર દિવસમાં સાત બાળકોના કરૂણ મૃત્યુ થયા છે. બાળકોના મૃત્યુ કયા કારણોસર થયા તેનું હજુ કોઈ પણ પ્રકારનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આ ઘટના બનતા જ ગામમાં માતમ છવાઇ ગયો હતો અને ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટના બનતા જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગુરુવારે ગામમાં 250 થી વધુ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે ઘરે ઘરે જઈને 58 જેટલા બાળકોના બ્લડ સેમ્પલ લીધા હતા. હાલમાં તેમના સેમ્પલ અને લેબમાં મોકલવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે બાળકોના મૃત્યુ વાયરસના કારણે થયું છે. આ ઘટના બન્યા બાદ વિસ્તારની દુકાનોમાંથી ઠંડા પીણા અને આઈસ્ક્રીમના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા બાળકોના પરિવારના લોકોનું કહેવું છે કે, બાળકો ત્રણ દિવસથી બીમાર હતા.
આ દરમિયાન બાળકો ખેંચ અને અકડાઈ ગયા હતા. જેના કારણે તેમની તબિયત વધારે બગડી ગઈ હતી અને આ કારણોસર તેમના કરૂણ મૃત્યુ થયા હતા. પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે બાળકોના મૃત્યુ વાયરસના કારણે થયા છે. મળતી માહિતી અનુસાર ત્રણ દિવસની બાળકો બીમાર હતા.
અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બાળકોની તપાસ કરવામાં આવ્યા હતા. તેમાંથી એકને ન્યુમોનિયાનાના લક્ષણો હતાં તેથી તેને સિરોહી જિલ્લા હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો છે. આ ઘટના બન્યા બાદ જયપુર અને જોધપુરની AIIMSની તેને આ વિચિત્ર બીમારી ને લઈને જરૂરી માહિતી એકઠી કરી રહી છે.
તેઓ જાણવાના પ્રયાસો કરી રહ્યા છે કે બાળકોના મૃત્યુ કેવી રીતે થયા છે. એટલું જ નહીં પરંતુ AIIMSની ટીમઓ સ્થાનિક તબીબી અધિકારીઓ અને તંત્ર સાથે વાતચીત કરી અને મૃત્યુ પામેલા બાળકોના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment