લીંબુના ભાવએ સામાન્ય જનતાનો રસ કાઢી નાખ્યો :1 લીંબુનો ભાવ પેટ્રોલના ભાવ કરતાં પણ થયા મોંઘા…

Published on: 11:38 am, Sat, 16 April 22

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ દિવસેને દિવસે વધવાના શરૂ થઈ ગયા હતા. હાલમાં લીંબુના ભાવ પેટ્રોલ કરતાં પણ વધારે થઈ ગયા છે. બજારમાં એક કિલો લીંબુનો ભાવ 330 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચવાના કારણે સામાન્ય જનતા મુંઝવણમાં મુકાય છે.

પરંતુ હવે સામાન્ય જનતાએ રસોઈમાં ખટાશ લાવવા માટે લીંબુની જગ્યાએ લીંબુના ફૂલ અને આમલીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં પરંતુ ઘણા હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ લીંબુ પીરસવાના બંધ કરી દેવામાં આવ્યા છે.

લોકો ઉનાળાની શરૂઆત થાય ત્યારે ગરમી ની સામે શક્તિ મેળવવા માટે લીંબુ પાણી પીતા હોય છે. પરંતુ લીંબુના ભાવ જોઈને હવે લોકોએ લીંબુ પાણીનું સેવન કરવાનું પણ ટાળ્યું છે. ગયા વર્ષે ગુજરાત રાજ્યમાં આવેલા વાવાઝોડાના કારણે લીંબુના પાકને ભારે નુકસાન થયું હતું.

આ કારણોસર લીંબુ નું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને સામે ઉત્પાદન કરતા લીંબુની માગ વધારે હતી, આ કારણોસર લીંબુના ભાવ વધી રહ્યા છે. આ ઉપરાંત ડીઝલના ભાવમાં વધારો થતાં પણ લીંબુના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ગયો છે. હજુ પણ આગામી સમયમાં લીંબુના ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે.

બજારમાં લીંબુના ભાવની વાત કરીએ તો નાના લીંબુના ભાવ પ્રતિ કિલો 200 થી 250 રૂપિયા અને મોટા લીંબુના ભાવ પ્રતિ કિલો 300 થી 320 રૂપિયા ચાલી રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં લીંબુના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. આટલું જ નહીં પરંતુ બજારમાં લીંબુના ભાવ ની સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થઇ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!