ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બુધવારના રોજ બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં કુવામાં પડી જવાના કારણે 13 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં 9 બાળકો નો સમાવેશ થયો છે. અહીં લગ્ન પ્રસંગ દરમિયાન પીઠી ચોળવાની વિધિ દરમિયાન લગભગ 35 બાળકીઓ-મહિલાઓ કુવામાં પડી ગઈ હતી.
જેમાં 9 બાળકીઓ સહિત 13 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર પીઠી ચોળવાની વિધિ ચાલી રહી હતી. અને તે દરમ્યાન કુવા ની જાળી પર બેસીને પૂજા કરી રહ્યા હતા.
ત્યારે અચાનક જ તૂટી ગઈ અને જાળી પર બેસેલા તમામ લોકો કૂવામાં પડી ગયા હતા. ઘટના બની ત્યારે ભારે અફરાતફરી મચી ગઇ હતી તે કારણોસર સ્થાનિક લોકો અને પરિવારજનો કુવા પાસે પહોંચી આવ્યા હતા અને કુવામાં પડેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
સ્થાનિક લોકોની મદદથી કૂવામાં પડેલા લોકોને બહાર કાઢીને જિલ્લાની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં ડોક્ટરે 13 લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકમાં બાળકીઓની વય 5 થી 15 વર્ષની હતી.
આ ઘટનામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 9 બાળકીઓ અને 4 મહિલાઓના આ ઘટનામાં કરૂણ મૃત્યુ થયા છે. આ સમગ્ર ઘટનાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવકાર્ય શરૂ કરી દીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment