રાજસ્થાનમાં રવિવારના રોજ બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ ઘટના રાજસ્થાનના કોટામાં બની છે. મળતી માહિતી અનુસાર અહીં મહિલાઓને લઈને જતી કાર નદીમાં ખાબકતા વરરાજા સહિત 9 જેટલા જાનૈયાઓ ના મૃત્યુ થયા છે. જાનૈયાઓને લઇને જતી કાર ચંબલ નદીમાં ખાબકી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર બાદ નદીમાં ડૂબી રહેલા લોકોને બચાવવા માટેનું રેસ્ક્યુ અભિયાન શરૂ કરી દીધું હતું. મળતી માહિતી અનુસાર જાન ચૌથના બરવાડાથી ઉજ્જૈનના ભૈરુનાલા જઈ રહી હતી.
મળતી માહિતી અનુસાર નવ લોકો એક કારમાં સવાર થઇને જઇ રહ્યા હતા. ઘટના રવિવારના રોજ સવારે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર કોઈ વ્યક્તિએ રસ્તામાં ચાલતી કારને નદીમાં પલટી ખાતી જોઇ હતી.
ત્યારબાદ તે વ્યક્તિ આ ઘટનાની જાણ પોલીસ અને રેસ્ક્યુ ટીમને કરી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કારમાં સવાર વરરાજા સહિત 9 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા રાજાનું નામ અવિનાશ વાલ્મિકી હતું.
કારમાં અવિનાશની સાથે તેના દોસ્તો અને કેટલાક સંબંધીઓ હતા. ઘટનામાં કારમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા છે. કારની સાથે જાનૈયાઓ થી ભરેલી એક બસ પણ જઈ રહી હતી.
પરંતુ તે બસ આગળ નીકળી ગઇ હતી અને તે બસની અંદર 70 લોકો સવાર હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 લોકો જેતપુર ના રહેવાસી હતા. આ અકસ્માતમાં વરરાજા અવિનાશ, કાર ડ્રાઈવર ઇસ્લામ, વરરાજા ના ભાઈ કેશવનું મૃત્યુ થયું હતું.
અને બાકીના જયપુર ના રહેવાસી કુશલ, શુભમ, રાહુલ, રોહિત, વિકાસ અને મુકેશનું કરૂણ મૃત્યુ થયું છે. ઘટનાના પગલે લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો. પરિવારના તમામ સભ્યો રડી પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment