વડોદરા શહેરના બહારથી પસાર થતા હાઇવે ઉપર દરજીપુરા પાસે ગઈકાલે બપોરે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં રોંગ સાઈડમાં આવતા કન્ટેનરે છકડો રીક્ષાને અડફેટેમાં લીધી હતી. અકસ્માતની ઘટનામાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં દેવગઢ બારીયાના વાંદરા ગામના એક જ પરિવારના બે સભ્યોના મૃત્યુ નીપજ્યા હતા.
આ ઘટનામાં કાકા સસરા પોતાના ભત્રીજાની પત્નીને લઈ વડોદરા નજીક વાઘોડિયા ખાતે આવેલ પારુલ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે જતા હતા. કાકા સસરા અને તેમની ભત્રીજા વહુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં બંનેના મૃત્યુ નીપજ્યા હતા.
મૃત્યુ પામેલી મહિલાના મોટી દીકરીના દિવાળી બાદ લગ્ન લેવાયા હતા. એક જ પરિવારના બે સભ્યોના મૃત્યુ થતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે 40 વર્ષીય સવિતાબેન દિલીપભાઈ બારીયાની છેલ્લા એક વર્ષથી કિડનીની વડોદરા નજીક આવેલી પારુલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહે છે.
છેલ્લા બે મહિનામાં તેઓ એક અઠવાડિયામાં એકથી વધુ વખત ડાયાલિસિસ કરાવવા માટે પારુલ હોસ્પિટલ આવતા હતા. ત્યારે ગઈકાલે સવિતાબેન પોતાના કાકા સસરા જુવાનસિંહ વેલજીભાઈ બારીયા તથા પરિવારના નીરૂબેન કંકેશભાઈ બારીયા સાથે વડોદરા નજીક આવેલી પારુલ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા માટે જઈ રહ્યા હતા.
તેઓ છકડામાં બેસીને હોસ્પિટલ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં દરજીપુરા પાસે રોંગ સાઈડમાં આવતા કન્ટેનરે છકડા અને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં સવિતાબેન બારીયા અને જુવાનસિંહ બારીયાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
બંનેના મૃત્યુના સમાચાર પરિવારજનોને મળતા પરિવારના લોકો તાત્કાલિક વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. એક જ પરિવારના બે સભ્યોના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સવિતાબેનની મોટી દીકરીના લગ્ન દિવાળી બાદ લેવાયા હતા. માં દીકરીને વિદાય આપે તે પહેલા તો માતા દુનિયા છોડીને ચાલી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment