હાલમાં બનેલી ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરવા ગયેલા યુવકનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું છે. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને આજરોજ સવારે માતાનું રડતા રડતા મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલી માતાનું નામ કમલાદેવી હતું અને તેમની ઉંમર 50 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર પુત્રના મૃત્યુના ગણતરીના કલાકોમાં જ માતાનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર 30 વર્ષીય વિનોદકુમાર નામના યુવકનું શંકાસ્પદ રીતે મૃત્યુ નીપજ્યું હતું.
વિનોદના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. વિનોદ એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. થોડાક દિવસ પહેલા જ તેને પોતાની નોકરી છોડી દીધી હતી. પરંતુ વધુ પૈસાની લાલચ આપીને કન્સ્ટ્રક્શન કંપનીના માલિકે વિનોદને ફરીથી નોકરી પર બોલાવ્યો હતો.
ત્યારે ગુરૂવારના રોજ વિનોદનું મૃતદેહ લઈને એમ્બ્યુલન્સ તેના ઘરે પહોંચી હતી. દીકરાનું મૃતદે જોઈને પરિવારના લોકોના પગ નીચેથી જમીને સરકી ગઈ હતી અને ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્સ્ટ્રક્શન કંપનીના માલિક અને કંપનીના અન્ય કર્મચારીઓએ મળીને વિનોદની ધુલાઈ કરી હતી.
વિનોદ નું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. વિનોદના મૃત્યુનો સૌથી મોટો આઘાત તેની માતાને લાગ્યો હતો. માતા દીકરાનો આઘાત સહન ન કરી શકી અને શુક્રવારના રોજ રડતા રડતા માતાનું પણ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટનામાં એક સાથે માતા અને દીકરાની અર્થી ઉઠતા આખું ગામ એ બીકે ચડ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment