રસ્તા પર ચાલીને જતા 3 યુવકોને એક કારે કચડી નાખ્યા, ત્રણેયના કરુણ મૃત્યુ…કારની અંદરથી એવી વસ્તુ મળી કે પોલીસ પણ હચમચી ગઈ…

Published on: 11:10 am, Fri, 9 September 22

ગુરૂવારના રોજ સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં રસ્તા પર ચાલતા ત્રણ યુવકોને એક કારે કચડી નાખ્યા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા. ત્યારે રસ્તામાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના ગાઝીપુરમાં બની હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ કાર આગળ જઈને બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ કારમાં સવાર લોકો નીચે ઉતરીને ઇજાગ્રસ્ત થયેલા લોકો પાસે આવ્યા હતા. પરંતુ ભીડ ખૂબ જ વધવા લાગી તેના કારણે તેઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા યુવકો એક જ ગામના હતા. એક જ ગામના ત્રણ યુવકોના મૃત્યુ થતાં ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. આ ગંભીર અકસ્માતની 45 વર્ષીય અચ્છેલાલ યાદવ, 32 વર્ષીય દિવાકર યાદવ અને 35 વર્ષીય વિનોદ યાદવ નામના વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે.

ત્રણેય વ્યક્તિઓ રસ્તા પર ચાલીને જઈ રહ્યા હતા આ દરમિયાન પાછળથી આવતી વેગનઆર કારે તેમની કચડી નાખ્યા હતા. આ ઘટનામાં ત્રણેય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે લઈ જતી વખતે તેમનું કરોડ મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ કારમાં સવાર લોકો ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને કારની અંદરથી દારૂની બોટલ અને અન્ય ચીજ વસ્તુઓ મળી હતી.

પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટનામાં એક જ ગામના ત્રણ યુવકોના મૃત્યુ નીપજ્યા છે. ગામમાં એકસાથે ત્રણ અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર ચાલીને જતા 3 યુવકોને એક કારે કચડી નાખ્યા, ત્રણેયના કરુણ મૃત્યુ…કારની અંદરથી એવી વસ્તુ મળી કે પોલીસ પણ હચમચી ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*