બે ફૂલ જેવી દીકરીઓ સાથે માતાએ ઝેર પી લીધું, અઢી વર્ષની દીકરીનું મૃતદેહ ડોલમાંથી મળ્યું, ત્રણ અર્થી ઉઠતા પરિવાર હિબકે ચડ્યું…

આજે આપણે એક એવી ઘટના સાંભળવાના છીએ જે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં એક મકાનના રૂમમાં બેડ પર એક મહિલા અને તેની બે માસુમ દીકરીઓનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. રૂમની અંદર એક નાનકડી શીશી પણ મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે શીશીમાં ઝેર હતું. ફોરેન્સિકની ટીમે શીશી કબજે લઈ લીધી છે.

જ્યારે મહિલાનો પતિ ઘરે પહોંચ્યો ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. આ ઘટના કાનપુરના બિલ્હૌર વિસ્તારના મકનપુરમાં બની હતી. બિલ્હૌર પોલીસનું એવું માનવું હતું કે, મહિલાએ બંને બાળકોને ઝેર આપીને, ત્યારબાદ પોતે ઝેરી દવા પી લીધી હશે. પરંતુ મહિલાના પતિ મનોજનું નિવેદનમાં મતભેદ હોવાના કારણે આ મામલો ખૂબ જ શંકાસ્પદ બની ગયો છે.

મહિલા અને બંને બાળકીઓનું મૃત્યુ કયા કારણોસર થયું તેનું હજુ કોઈ પણ ચોક્કસ કારણે સામે આવ્યું નથી. પોલીસ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. સમગ્ર ઘટનાને લઈને મનોજે જણાવ્યું કે, રવિવારે રાત્રે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો. મેં દરવાજો ખખડાવ્યો અને ઘણા બધા ધક્કા માર્યા પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં.

ત્યારબાદ મેં પાડોશીને બોલાવ્યા હતા. અમને એવું લાગ્યું કે કંઈક ખોટું બન્યું છે જેથી અમે દરવાજો તોડવાનું નક્કી કર્યું. મનોજ ના કહેવા મુજબ, જ્યારે ઘરનો દરવાજો તોડીને તેઓ અંદર પહોંચ્યા, ત્યારે મનોજની પત્ની રાગિણીનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. જ્યારે અઢી મહિના ની દીકરી પ્રિયાંશીનું મૃતદેહ ડોલમાં પડેલું હતું અને ત્રણ વર્ષની દીકરી અંશનીનું મૃતદેહ રૂમમાં ખીલા સાથે લટકેલી હાલતમાં મળ્યો હતો.

મનોજ આ વાતને લઈને અલગ અલગ નિવેદન આપે છે. ક્યારેક કહે છે કે ત્રણેયના મૃતદેહ બેડ પર મળ્યા હતા અને ક્યારેક કહે છે કે ત્રણેયના મૃતદેહ અલગ અલગ હતા. મનોજે કહ્યું હતું કે ત્રણેયના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. પોલીસે આ રૂમને સીલ કરી દીધી છે અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મનોજ ની પત્નીને લીવરની ગંભીર બીમારી હોવાના કારણે તે સતત તણાવમાં રહેતી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પતિ અને પરિવારજનો અને ગામના લોકોના નિવેદનને લીધા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*