વાપીમાં બનેલી ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વાપીના લવાછાગામે બાપુનગરમાં રહેતી 32 વર્ષની એક મહિલાએ તેની ત્રણ વર્ષની પુત્રીને દવા પીવડાવીને પોતે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરંતુ માતાને ગળાફાંસો ખાતી જોઈને મોટી દીકરીએ માતા નો બચાવ કર્યો હતો.
આ ઘટનામાં ત્રણ વર્ષની માસુમ બાળકીનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઇ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે માતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઇને મહિલાના પતિએ જણાવ્યું કે તેને આવેશ અને આકોશમાં આવીને આ પગલું ભર્યું છે.
હાલમાં મહિલાની સારવાર સેલવાસની વિનોબાભાવે હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા મહિલાના પતિ રાજીવકુમાર ડ્રાઇવિંગનું કામ કરતા છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ બપોરે રાજીવકુમાર જમીને ઘરની બાજુની રૂમમાં આરામ કરવા ગયા હતા.
ત્યારે તેમની પત્ની સૌથી નાની પુત્રી ક્રિશાને લઈને બાજુની રૂમમાં કપડા સુકવવાની દોરી સાથે લઈ ગઈ હતી. આ માહિતી રાજીવ કુમાર ની મોટી પુત્રીએ આપી છે. જ્યારે આ ઘટનાની જાણ રાજીવને થઈ ત્યારે રાજવી અને તેની મોટી પુત્રીએ મળીને તાત્કાલિક રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
દરવાજો ન ખુલતા રાજીવે દરવાજો તોડી નાખ્યો હતો. ત્યારે રાજીવની પત્ની માયા ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. ત્યારબાદ રાજીવે તેની પત્નીના પકડીને તેને ઊંચી કરી દીધી હતી. અને મોટી છોકરીએ દોરીને કાપી નાખી હતી. ત્યાર બાદ રાજીવની પત્નીએ કહ્યું કે, મેં ક્રિશાને ઝેરી દવા પીવડાવી છે.
જેથી તમે એને બચાવી લો. ત્યારબાદ માતા અને પુત્રી ને સારવાર માટે તાત્કાલિક વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં ડોક્ટર દ્વારા ત્રણ વર્ષની માસૂમ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. અને હાલમાં માયાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment