સોશિયલ મીડિયા પર ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે છે. આવી જ એક ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે. જુનાગઢના માળિયા હાટીના તાલુકાના માતરવણીયા ગામે ગઈકાલે વહેલી સવારે બાળકી ગુમ થતા પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાને લઈને માળિયા હાટીના પોલીસે તપાસ હાથ ધરી હતી અને જરૂર જણાવતા ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ ની મદદ લેવાઈ હતી. તપાસ દરમિયાન ગત સાંજે નદી કિનારેથી બાળકીનું મૃતદેહે મળી આવ્યો હતો.
આ બનાવની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને બાળકીનું પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં માતાએ જ બાળકીને નદીમાં ડુબાડી દીધી હોવાનું ખુલ્યું હતું. માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ આ પગલું ભર્યું હતું. પોતે ભોગવેલો ત્રાસ દીકરીને ભોગવવો ન પડે તે માટે પોતાની દીકરીને પાણીમાં ડુબાડી દીધી હતી. વિગતવાર જાણીએ તો માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં એક પિતાએ પોતાની પાંચ માસની બાળકી ગુમ થઈ હોવાની જાણ કરી હતી. પોલીસની શોધખોળ બાદ બાળકીનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. જ્યારે બાળકીના મૃતદેહ પર ઈજાના કોઈપણ પ્રકારના નિશાન ન હતા.
પાંચ મહિનાની બાળકીને માતાએ જ નદીમાં ફેંકી દીધી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાળકીની માતાએ પોતે જ પોલીસ સમક્ષ આ વાતની કબુલાત કરતા ગંભીર મામલો સામે આવ્યો છે. અઢી વર્ષ પહેલા આ દંપતી ના લગ્ન થયા હતા, જેમની એક પાંચ વર્ષની બાળકી હતી. ગઈકાલે વહેલી સવારે માતા ઉઠીને ઊંઘી રહેલી બાળકીને ઉપાડે છે અને નજીકમાં આવેલી નદીમાં ફેંકી આવે છે.
સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ બાકીની માતા કશું જ ન થયું હોય એમ ઘરે આવી જાય છે અને તેના પરિવારજનોને બાળકીને જોઈ છે કે કેમ એમ પૂછવા લાગે છે. ઘરમાં શોધખોળ કરતા પણ બાળકી જોવા ન મળતા આખરે પરિવારજનોએ બાળકીની આસપાસમાં શોધવાની ચાલુ કરી દીધી હતી. શોધખોળ બાદ પણ બાળકી ન મળતાં બાળકીના પિતાએ માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. સવારે છ વાગ્યાથી ગુમ દીકરીને શોધવા માટે પરિવારજનોની સાથે સાથે પોલીસે પણ પોતાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ડોગ સ્કવોડ ની મદદ થી જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો ડોગ સૂંઘતા સુંઘતા પોલીસ જવાનોને બાળકીના ઘરેથી સીધા નદીએ લઈને પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો નદીમાં બાળકીનું મૃતદેહે મળી આવ્યો. ત્યારે તેના પર ઈજાના કે અન્ય કોઈપણ પ્રકારના નિશાન જોવા નહીં મળતા પ્રાથમિક ધોરણે બાળકીનું મૃત્યુ ડૂબી જવાથી થયું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પાંચ મહિનાની દીકરી ઘરમાંથી ગુમ થઈ અને તેના મૃતદેહ નદીમાંથી મળી આવે એ વાત પોલીસને ગળે ઉતરે તેવી ન હતી.
કારણ કે કોઈ મોટી વ્યક્તિ પોતાની જાતે ક્યાંય જઈ શકે પરંતુ પાંચ મહિનાનું બાળક પોતાની જાતે ક્યાંય જઈ શકે નહીં. તેથી બાળકને કોણ ઘરમાંથી નદી સુધી લઈ ગયું તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે પરિવારજનોના તમામ સભ્ય સાથે પૂછપરછ કરતાં બાળકીની માતા ભાંગી પડી હતી અને પોતે જ પોતાની બાળકીને નદીમાં ફેંકી દીધા ને પોલીસને જાણ કરી હતી. પોલીસની પૂછપરછમાં મહિલાએ તેના પરિવારજનો દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનો જણાવ્યું હતું. પરિવારજનોના મેણા ટોણાથી ઘરમાં કંકાસ થતો હતો અને જે રીતે પોતાને માનસિક ત્રાસ ભોગવો પડે છે. તેઓ ત્રાસ પોતાની દીકરીને ન ભોગવો પડે તે માટે મહિલાએ આ પગલું ભર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment