માતાએ અઢી મહિનાની દીકરીનું ગળું દબાવી દીધું, ત્યારબાદ એવી ઘટના બની કે પરિવારના લોકોના રુવાટા ઉભા થઈ ગયા…જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ

મિત્રો ઘણા એવા લોકો હોય છે જે ઘરમાં જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે તેને રોડ ઉપર મૂકી દેતા હોય છે અથવા તો તેનું જીવ લઈ લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં હોસ્પિટલમાં દાખલ અઢી મહિનાની દીકરીનું માતા ગળું દબાવીને તેનો જીવ લેવાનો પ્રયાસ કરે છે. મહિલાનું આકૃત્ય ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું.

સીસીટીવી કેમેરા જોઈને હોસ્પિટલનો સ્ટાફ મહિલા પાસે પહોંચી ગયો હતો અને માસુમ દીકરીને તેની પાસેથી લઈ લીધી હતી. ત્યારબાદ દીકરીની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી તેથી તેને સારવાર માટે જયપુર મોકલી દેવામાં આવી હતી. આ ઘટના 10 સપ્ટેમ્બર ના રોજ રાત્રે 2.30 વાગ્યાની આસપાસ હરિયાણાના નારનૌલમાં બની હતી. મળતી માહિતી મુજબ 24 વર્ષ સુમન નામની મહિલાની અઢી વર્ષની દીકરી શ્રેયાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

જેના કારણે 2 સપ્ટેમ્બર ના રોજ 11 વાગ્યાની આસપાસ શ્રેયા ને ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવે છે. અહીં ડોક્ટર બાળકીને દાખલ કરે છે. 8 સપ્ટેમ્બરના રોજ માસુમ બાળકીને NICU વડમાં દાખલ કરવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરના રોજ બાળકીની હાલત થોડીક સુધરી તું બાળકીને તેની માતાને ખવડાવવા માટે આપી હતી. થોડીક વાર બાદ સુમનના સાસુએ ડોક્ટરને બોલાવીને કહ્યું કે શ્રેયાની તબિયત બગડી ગઈ છે.

ડોક્ટરે શ્રેયા ની તપાસ કરી તો ખબર પડી કે તેના ધબકારા ફરીથી ઘટી ગયા છે. ત્યારબાદ ડોક્ટરને શંકા ગઈ તેથી ડોક્ટરે સીસીટીવી કેમેરા જોયા હતા. સીસીટીવી ફૂટેજમાં એવું જોવા મળ્યું કે ડોક્ટર પણ હચમચી ગયા હતા. સીસીટીવી ફૂટેજ માં જોવા મળ્યું કે સુમન તેની દીકરી શ્રેયાનું ગળું દબાવીને તેનો જીવ લેવાનો પ્રયાસ કરતી હતી.

આ ઘટનામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી. જેથી તેને તાત્કાલિક વધુ સારવાર માટે જયપુરની હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી અને ડોક્ટરે આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે શનિવારના રોજ મહિલાની ધરપકડ કરી હતી.

16 જુન 2022 ના રોજ શ્રેયાનો જન્મ થયો હતો. પરંતુ તેની માતા સુમનને દીકરી જોઈતી ન હતી. તેથી તેને એવું કર્યું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. મિત્રો ઘણા લોકો દીકરીઓને માથાનો બોજ ગણતા હોય છે. પરંતુ તેવા લોકોને હું કહેવા માગું છું કે જેને તમે માથાનો બોજ ગણો છો એ જ તમારા ઘરની લક્ષ્મી છે. એટલા માટે મિત્રો દીકરીને માથાનો બોઝ ન ગણો અને તેને સારી રીતે સાચવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*