હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો આજથી ઘણા દિવસો પહેલા એક કોથળામાંથી એક યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી હતી. 40 દિવસ બાદ આ ઘટનાને લઈને એક ચોકાવનારો ખુલાસો થયો છે. મૃત્યુ પામેલા યુવકનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેની માતાએ સુપારી આપીને લેવડાવ્યો હતો. માતાએ પોતાના દીકરાનો જીવ લેવા માટે સુપારી આપી હતી.
આ ઘટનામાં મોટા દીકરાએ પણ માતાનો સાથ આપ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના 22 ઓક્ટોબરના રોજ બની હતી. પોલીસે ગુરુવારના સાંજે બે સુપારી કિલર, માતા અને આરોપી ભાઈ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના લાબરીયા ગામના મહી ડેમમાં બની હતી. 22 ઓક્ટોમ્બર ના રોજ પોલીસને માહિતી મળી હતી કે લાબરીયા મહી ડેમના ગોંગડીખેડા ખાતે એક કોથળાની અંદરથી એક વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું છે.
ત્યારબાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા યુવકની ઓળખ પપ્પુ તરીકે થઈ હતી. જ્યારે પોલીસ મૃતક યુવક પપ્પુના ઘરે પહોંચી ત્યારે ઘરે પપ્પુનો ભાઈ મળ્યો હતો. ત્યારે પપ્પુના ભાઈ પોલીસને જણાવ્યું હતું કે 16 ઓક્ટોબરના રોજ પપ્પુની પત્નીનો ફોન આવ્યો હતો. તેણીએ પપ્પુને મળવા બોલાવ્યો હતો.
બીજા દિવસે એટલે કે 17 ઓક્ટોબરના રોજ પપ્પુ પોતાની પત્નીને મળવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. પરંતુ તે પોતાની પત્ની સુધી પહોંચ્યો ન હતો. ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે મૃત્યુ પામેલા પપ્પુનો મોબાઇલની તપાસ કરી રહી હતી. IMEI નંબરથી તેના મોબાઇલને સર્ચ કરવામાં આવ્યો હતો. જેના ફરતી ખબર પડી કે પપ્પુનો મોબાઇલ સુરેશ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો છે.
ત્યારબાદ પોલીસ સુરેશ પાસે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તેને આ મોબાઇલ વિકાસ નામના વ્યક્તિ પાસેથી 1500 રૂપિયામાં ખરીદ્યો હતો. વિક્રમને પકડવા માટે પોલીસની એક ટીમ તેના ગામમાં પહોંચી હતી. ત્યારબાદ વિક્રમની ધરપકડ કરીને તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી વિક્રમ એ જણાવ્યું કે પપ્પુ ની માતા ગીતાબાઈ તેના દીકરાનો જીવ લેવાની સુપારી આપી હતી.
વધુમાં જણાવ્યું કે બે મહિના પહેલા મૃત્યુ પામેલા પપ્પુ નો ભાઈ અમને મળ્યો હતો. ત્યારે મારો મિત્ર સાવન પણ ત્યાં હાજર હતો. ત્યારે પપ્પુના ભાઈ એ જણાવ્યું કે તેનો ભાઈ દરરોજ દારૂ પીતો હતો અને તેના બાળકો અને માતાને સતત ત્રાસ આપતો હતો. જેના કારણે માતા અને આખું પરિવાર પપ્પુથી ખૂબ જ નારાજ હતું. પપ્પુના ભાઈ એ જણાવ્યું કે મારી માતાની ઈચ્છા છે કે તમે પપ્પુનો જીવ લઇ લ્યો. ત્યારબાદ વિક્રમ અને સાવન 30,000 રૂપિયાની સોપારી લીધી હતી.
ત્યારબાદ પ્લાન ના આધારે આરોપીઓએ પપ્પુનો જીવ લઈ લીધો હતો. આરોપીઓએ પપ્પુનો જીવ ગળું દબાવીને લીધો હતો. ત્યારબાદ ઘરથી થોડીક દૂર એક મોટો ખાડો ગાળ્યો અને પપ્પુના મૃતદેહને એક કોથળામાં નાખીને તે ખાડામાં નાખી દેવામાં આવ્યું હતું. થોડાક દિવસો થયા ત્યાં ખૂબ જ દુર્ગંધ આવવા લાગી તેથી પપ્પુ ના ભાઈએ ફરીથી આરોપીને ફોન કર્યો કે અહીંથી ખૂબ જ દુર્ગંધ આવે છે. તેથી પપ્પુના મૃતદેહનો નિકાલ કરવો પડશે.
ત્યારે આરોપીઓએ પપ્પુના મૃતદેહને સંતાડવા માટે 10,000 રૂપિયા વધુ માંગ્યા હતા. ત્યારબાદ ફરી એક વખત રાત્રે પપ્પુના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું અને એક કોથળામાં ભરીને મહી ડેમમાં ફેંકી દેવામાં આવ્યું. 22 ઓક્ટોબરના રોજ પોલીસને પપ્પુનું મૃતદેહ મળી આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી શરૂ કરી હતી લગભગ 40 દિવસ બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment