8 વર્ષની દીકરીની માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, મહિલાને તેનો પતિ ટોણા મારતો હતો કે, “તું તો મારાથી…

સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 8 વર્ષની દીકરીની માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ મૃતક મહિલાના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. મહિલાએ તેના પતિના કારણે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ હેમલતા હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. આ ઘટના રાજસ્થાનના પાલી જિલ્લામાં બની હતી. શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી હેમલત્તા નામની મહિલાએ રવિવારના રોજ મોદી સાંજે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. દીકરીના મૃત્યુ બાદ દીકરીના પિતાએ પોતાના જમાઈ જીતેન્દ્રસિંહ રાજપુરોહિત, દીકરીના સસરા હનુમાનસિંહ રાજપુરોહિત સહિત પાંચ લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીના પિતાએ આ બધા ઉપર દીકરીને સુસાઇડ માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મૃત્યુ પામેલી મહિલાના પિતાએ જણાવ્યું કે, બાર જૂન 2012 ના રોજ તેમની દીકરીના લગ્ન જીતેન્દ્રસિંહ રાજપુરોહિત સાથે રિત-રિવાજ મુજબ થયા હતા. લગ્નના થોડાક વર્ષો સુધી તો બંને વચ્ચે બધું બરોબર ચાલતું હતું. બંનેને એક આઠ વર્ષની પુત્રી પણ છે. હેમલતા તેના પછીથી થોડીક ઓછી સુંદર દેખાતી હતી.

તેથી તેનો પતિ તેને ટોણા મારતો હતો કે તું મારાથી કદરૂપી છો અને તેને પરેશાન કરતો હતો. એટલું જ નહીં પરંતુ દીકરીનો પતિ બીજા લગ્નની વાત પણ કરતો હતો. દીકરીના પિતાએ વધુમાં જણાવ્યું કે દીકરીના સસરા પિયર માંથી કાર લાવવા માટે દીકરીને પરેશાન કરતા હતા. આ બધાથી મારી દીકરી ખૂબ જ કંટાળી ગઈ હતી.

11 ડિસેમ્બર એટલે કે રવિવારના રોજ હેમલતાય પોતાના સાસરિયાંઓ થી કંટાળીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હેમલતાનું મૃત્યુ થતા જ આઠ વર્ષની માસુમ દિકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે અને હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી લે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*