સાસુએ દીકરાની પત્ની અને તેના બાળકને જીવતા સળગાવી દીધા, માં-દીકરો બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત…જાણો શા માટે સાસુએ આવું કર્યું…

હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક સાસુએ એવી હરકત કરી છે કે જે સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઉઠશે. સાસુએ તેના 2 મહિનાના પૌત્ર અને પુત્રવધુના શરીર પર આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં મા દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

આ ઘટના ગ્વાલિયરમાં બની છે. મળતી માહિતી અનુસાર મહિલા પોતાના દીકરા સાથે સાસુ પાસે ખર્ચ માગવા ગઈ હતી. ત્યારે સાસુએ પેટ્રોલ નાખીને માં અને દીકરાના શરીરને આગ લગાવી દીધી હતી. મહિલા ત્યારબાદ પોતાના દીકરાને લઈને રોડ ઉપર દોડતી નજરે પડી હતી. આ ઘટનામાં મહિલાનું 90% શરીર દાજી ગયું હતું.

ત્યારબાદ સાસરિયાંઓ મહિલાને અને દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને પછી બધા લોકો ગાયબ થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે ગંભીર રીતે દાઝી ગયેલી કરિશ્મા નામની મહિલાનું નિવેદન લીધું. ત્યારે મહિલાએ પોતાની સાસુ પર આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસે સાચું અને મહિલાના પતિ સામે જીવ લેવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, કરિશ્માએ બે વર્ષ પહેલા વાસુ નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કર્યા હતા. કરિશ્મા મુસ્લિમ પરિવારમાંથી છે. બંનેના પરિવારના લોકો લગ્ન કરવા માટે તૈયાર ન હતા.

બંનેના લગ્નના કારણે સાસરિયાઓ ખૂબ જ નારાજ હતા. કરિશ્મા અને તેનો પતિ સાસરિયાના ઘરથી થોડીક દૂર ભાડાના મકાનમાં રહેતા હતા. કરિશ્માએ 2 મહિના પહેલા દીકરાને જન્મ આપ્યો હતો.  કરિશ્માએ પોલીસને નિવેદન આપતા જણાવ્યું કે, તેના પતિએ ઘરે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું.

તેથી તે પોતાના દીકરાની સંભાળ સારી રીતે રાખી શકતી ન હતી. જેથી મદદની આશા માટે તે ગુરૂવારના રોજ સાંજના સમયે પોતાના સાસુ પાસે જાય છે. કરિશ્મા ત્યાં જઈને ખર્ચ માટે પૈસા માગે છે. આ વાત સાંભળીને સાસુને ખૂબ જ ગુસ્સો આવી જાય છે.

અને પછી કરિશ્મા અને તેના દીકરા ઉપર પેટ્રોલ છાંટીને બંનેના શરીર ઉપર આગ લગાવી દે છે. આ ઘટના બની ત્યારે કરિશ્માનો પતિ પણ નજીકમાં ઉભો હતો, પરંતુ તેને પોતાની માતાને રોકી નહીં. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કરિશ્માના સાસુ અને તેના પતિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*