સુરતમાં બનેલી વધુ એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. સુરતના અલથાણા વિસ્તારમાં દીકરાની નજર સામે માતાએ 12માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા છે ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર પતિ ચારિત્ર પર શંકા કરતો હતો તેથી પત્નીએ બારમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
આ ઘટનાના હાલમાં સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પતિના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, અળથાણા વિસ્તારમાં રહેતી મહિલાના ચારિત્ર પર તેનો પતિ શંકા કરતો હતો અને છેલ્લા 7 વર્ષથી મહિલાને સતત ત્રાસ આપતો હતો.
જેના પગલે મહિલાએ પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે તેવી માહિતી મળી રહે છે. માતાએ પોતાના આઠ વર્ષના દીકરાની નજર સામે 12 માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકો નીચે રમી રહ્યા છે.
ત્યારે ઉપરથી એક મહિલા આવીને જમીન પર પડે છે. આ દ્રશ્યો જોઈને બાળકો જબકી ગયા હતા અને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સુરતમાં માતાએ 8 વર્ષના દીકરાની નજર સામે 12માં માળેથી કૂદીને સુસાઇડ કર્યું, માતાનું કરુણ મૃત્યુ… જુઓ ઘટનાનો લાઈવ વિડિયો… pic.twitter.com/AHDOcd5Jee
— GUJJU ROCKZ (@gujju_rockz) September 7, 2022
હાલમાં સમગ્ર ઘટનાને લઈને ખટોદરા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર પુત્રની નજર સામે જ્યારે માતા નીચે કુદવાની તૈયારી કરી રહી હતી. ત્યારે પુત્ર માતાને આ પગલું ભરવાની ના પાડતો હતો. પરંતુ માતાએ પોતાના બાળકનું વિચાર્યા વગર બારમાં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment