મિત્રો ગુજરાતની ધરતીમાં આપણને જન્મ મળવો તે તો ધન્યતાની વાત છે કારણ કે આ જગતનો તાત એવો ભગવાન શ્રીકૃષ્ણ પણ મથુરા નગરીને છોડીને દ્વારકા નગરીમાં આવી ગયા હતા. માધવપુરમાં દેવી રુકમણી સાથે લગ્ન કર્યા અને જૂનાગઢમાં દામોદર દાસ રૂપે બિરાજમાન થયા અને રણછોડ કહેવાય.
ત્યારે દોસ્તો આજે આપણે ડાકોર ની વાત કરવાના છીએ.દ્વાપર યુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યું હતું અને તે જમાનામાં ડાકોર ખાખરીયું વન હતું પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શ્રી શંકરને પ્રસન્ન કર્યા હતા. ભગવાને આશીર્વાદ આપ્યા કે શ્રીકૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંખેશ્વર નામે લિંગ સ્વરૂપ અહીં રહેશે.
ડાકોર ગામમાં ભગવાન કૃષ્ણનો ભગત બોડાણા રહેતો હતો ને જે દર છ મહિને પૂનમ ભરવા માટે ડાકોર થી દ્વારકા રસ્તેથી ચાલીને જતો હતો અને ભગવાનના દર્શન કરતો હતો પરંતુ 72 વર્ષની ઉંમરે તેને ચાલવામાં તકલીફ પડવા લાગી અને ભગવાન શ્રીકૃષ્ણએ સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ
અને બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજો. બોડાણા બીજી વખત ગાડુ લઈને દ્વારકા પહોંચ્યા પરંતુ પૂજારીઓ પૂછતા નિકાલસતાથી જવાબ આપ્યો કે ભગવાનને મારી સાથે ડાકોર લાવવાનો છું.એટલે પૂજારીએ રાત્રે મંદિરના તાળા મારી દીધા પરંતુ ભગવાન કોઈના બંધનમાં થોડો રહે વાલા.
તેમને આ તાળા તોડીને બોડાણા ની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દૂર નીકળ્યા બાદ ભગવાને કહ્યું કે હવે તો આ ગાળામાં આરામ કરું ગાડું ચલાવીશ અને ફક્ત એક જ રાતમાં ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા અને બિલેશ્વર મહાદેવ નજીક લીમડાની ડાળ પકડી બોડાનાને જગાડ્યો ને કહ્યું કે હવે તું ગાડું ચલાવ.આ આખે આખી કથાની વાત તો તમને
બધાને ખબર જ હશે આ પરચાની વાત તો તમને બધાને ખબર જ હશે પરંતુ આ ભગવાનના આ દિવ્ય મંદિરના દર્શન કરતાં ભક્તો એક મોટી ભૂલ કરે છે અને દોસ્તો ભગવાનનો પ્રસાદી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને દર્શન બાદ વરસાદ લોકોએ અચૂક લઈને જવો જોઈએ પરંતુ ડાકોરમાં ભક્તો આવે છે
ખરા પણ આ વાત જાણતા નથી.દોસ્તો ડાકોર મંદિરમાં ભગવાન શ્રી રણછોડ રાયજીને ધરાવેલ પ્રસાદ નો ભોગ નજીવા દરે ત્યાંના ટ્રસ્ટ દ્વારા વેચવામાં આવે છે તો તમે જો આ મંદિરે દર્શન કરવા જાવ તો નજીકની રકમ ચૂકવીને આ પ્રસાદનો લહાવો લેતા આવજો અને તમારા સગા સંબંધીઓ માટે પણ પ્રસાદનો ભોગ લેતા આવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment