રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના કેસમાં અડખમ વધારો થઇ રહ્યો છે. મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને કોરોના માર્ગદર્શિકાને લઈને કડકાઈથી પાલન શરૂ કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લામાં કોરોના ઉથલો માર્યો છે અને બોરસદ તાલુકાના વિરસદ ગામે ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ વધતા ગામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
અને ગામમા આશરે 20 થી વધારે કેસો આવતા લોકડાઉન જાહેર કર્યું છે. વિરસદ ગામે એક અઠવાડિયા સુધી બપોરે 1 વાગ્યા બાદ આખું ગામ બંધ થઈ જશે.
આણંદ જિલ્લાના સાંસદ મુકેશ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે અને દિલ્હી પ્રવાસ દરમ્યાન તેઓ પોઝિટિવ આવ્યા છે. રેપિડ ટેસ્ટ દરમ્યાન પોઝિટિવ આવ્યા છે અને તેઓને હોમ કોરોનટાઈન કરાયા છે.
હાલમાં કોરોના ની ઝપેટ માં ગામડાઓ આવી ચૂક્યા છે અને રાજ્યમાં સૌથી વધારે સંક્રમણ અમદાવાદ અને સુરતમાં થઈ રહ્યુ છે.
સાણંદ તાલુકાના મોતીપુરા ગામ માં હજુ સુધી કોરોના નો એક પણ કેસ નોંધાયો નથી. અમદાવાદ થી ૨૫ કિલોમીટર દૂર આવેલા મોતીપુરા માં કોરોના ની નો એન્ટ્રી છે. મોતીપુરા ગામ માં 2600 ની વસ્તી છે.
અને એક વર્ષથી મોતીપુરા ગામ માં સામાજિક ધાર્મિક પ્રસંગ થયા નથી.ગામમાંથી કોઈ બહાર નું નહિ અને બહારગામનું કોઈ અંદર નહિ ના સૂત્ર સાથે કામગીરી થઇ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment