ખાદ્ય તેલની કિંમતમાં છેલ્લા થોડા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આયાત શુલ્ક માં કમીના કારણે ખાધ તેલની કિંમતમાં છેલ્લા એક મહિનામાં 8-10 રૂપિયા પ્રતી લીટર માં ઘટાડો આવ્યો છે.ઇન્ડસ્ટ્રી બોડી સાલવેટ એકસટ્રેકટસ એસોસિયન
એટલે SEA મુજબ આવનારા મહિનામાં તિલહનના વધુ ઘરેલુ પ્રોડક્શન અને ગ્લોબલ માર્કેટમાં મંદીના વાતાવરણના કારણે ખાદ્ય તેલના ભાવમાં 3 થી 4 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થઈ શકે છે.એસીએએ કહ્યુ કે એમના સભ્ય ઉપભોક્તાઓને ઓછી કિંમતમાં લાભ આપવા માટે પહેલા પણ પગલાં ભરવામાં આવ્યા છે.
ચતુર્વેદીએ કહ્યું કે તેમના સભ્યોએ તેમની લાગત નો લાભ ઉપભોક્તાઓ સુધી પહોંચાડવા માટે મંજૂરી વ્યક્ત કરી છે. આપણા સભ્ય દ્વારા નજીકી ભવિષ્યમાં કિંમતોમાં લગભગ 3 થી 4 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધુ ઘટાડો થશે. એનાથી આપણા ખાધ ઉપભોક્તાઓ ને ફેસ્ટિવલ સિઝન દરમિયાન રાહત મેળવી જોઈએ.
આશરે 1.2 મિલિયન ટન સોયાબીન પાક અને 8 મિલિયન ટન થી વધુ મગફળીના પાક સાથે ચતુર્વેદીએ આશા વ્યક્ત કરી હતી કે ખાધ તેલ ના ભાવ હવે નિયત્રંણ મા હશે.
તેમને કહ્યું કે સરસવના તેલની ખલીની એટલી બધી માંગ છે કે ખેડૂતોને સારા ભાવ મળતા પુરવઠાની સ્થિતિમાં સુધારો થાય છે અને તેઓએ અત્યાર સુધીનું સૌથી વધુ વિસ્તાર વાવેતર કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment