બનાસકાંઠામાં એક કાર રિક્ષા સાથે અથડાતા સર્જાયો અકસ્માત, 13 લોકો ઇજાગ્રસ્ત, 2 લોકોના મૃત્યુ…

Published on: 9:58 am, Mon, 13 December 21

ગુજરાતમાં દિવસેને દિવસે હાઇવે પર બનેલી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બનાસકાંઠા માંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મૃત્યુ થયા છે અને 13 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર બનાસકાંઠામાં ભીલડી રોડ ઉપર કાર અને એક રીક્ષાની ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના બનાસકાંઠા જિલ્લાના ભીલડી રોડ પર ખેડવા નજીક બની હતી. મળતી માહિતી અનુસાર GJ 12 DG 8906ની એક કાર પુરપાટ ઝડપે આવી રહી હતી તે દરમિયાન એક રિક્ષા સાથે તેની જબરદસ્ત ટક્કર થઈ હતી.

આ અકસ્માતમાં રીક્ષા હાઈવે રોડ ઉપર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત બન્યો ત્યારે રીક્ષાની અંદર ડ્રાઇવર સાથે કુલ 15 લોકો સવાર હતા. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા અને 13 લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી. આ ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

ત્યારબાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કઈ રીતે સર્જાયું છે હજુ કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ અકસ્માતમાં કારના આગળના ભાગની પણ મોટું નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બનાસકાંઠામાં એક કાર રિક્ષા સાથે અથડાતા સર્જાયો અકસ્માત, 13 લોકો ઇજાગ્રસ્ત, 2 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*