આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતો સામે આવી રહ્યા છે જે જોઈને આપણું હૃદય ધ્રુજી જાય છે. કહેવામાં આવે છે કે આગ પાણી સાથે ક્યારેય મસ્તી ન કરવી જોઈએ. કારણ કે તે ક્યારેક પણ જીવલેણ સાબિત થઈ શકે છે. હાલમાં મુંબઈનો વાયરલ થઈ રહ્યો એક વિડીયો આ વાતને સાબિત કરશે, વિડીયો મુંબઈ બાંદ્રા નો છે.
જેમાં એક કપલ સમુદ્ર કિનારે પરિવાર સાથે એન્જોય કરી રહ્યા છે. પરંતુ એ બાદ જે થાય છે તે જોઈને આંખો પહોળી થઈ જશે, વીડિયોમાં જોઈ શકાય છે કે કપલ પથ્થર પર બેઠું છે. પાણીની લહેરોની મજામાણી રહ્યું છે, તેમની નાની દીકરી વીડિયો લઈ રહી છે. વીડિયોમાં બાળકી નો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકાય છે, દરિયામાં જ્યારે જોરથી મોજુ આવે છે ત્યારે તે મહિલાને પણ પોતાની સાથે ખેંચી જાય છે.
વીડિયોમાં દીકરીની મમ્મી મમ્મીની ચીસો સંભળાઈ રહી છે, આ કરુણ ઘટના જોઈને કોઈના પણ ધબકારા વધી જાય. મહિલાના પતિ મુંબઈમાં રબાલેના ગૌતમ નગરમાં રહે છે, તેમણે જણાવ્યું કે મેં તેને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો. જ્યારે ચોથી લહેરે અમને પાછળથી માર્યું ત્યારે અમારું બેલેન્સ બગડ્યું અને અમે બંને લપસી ગયા.
कम से कम बच्ची की आवाज़ सुन लेते. pic.twitter.com/YQaLgSgejR
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) July 15, 2023
જ્યારે મેં મારી પત્નીની સાડી પકડી ત્યારે એક વ્યક્તિએ મારો પગ પકડી લીધો. પરંતુ પત્નીને અમે બચાવી ન શક્યા, જોકે મારી પકડ મજબૂત હતી પરંતુ તે પોતાની સાડીના લીધે લપસી ગઈ. મારી આંખોની સામે તે સમુદ્રમાં તણાઈ ગઈ, મારા બાળકો ત્યાં જ હતા. તેઓએ પણ મદદ માટે બૂમો પાડી પરંતુ કોઈ કંઈ જ કરી શક્યું નહીં, હું નથી જાણતો કે અમે કઈ રીતે આ ઘટનાની બહાર આવશુ.
આસપાસ ઉભેલા લોકોએ સાંજે આશરે 5.20 વાગ્યે પોલીસને જાણ કરી હતી, પોલીસ ફાયર બ્રિગેડ ના અધિકારીઓની સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી. રવિવારે મોડી રાત્રે મુંબઈ ફાયર બ્રિગેડે જ્યોતિનું શવ શોધી કાઢ્યું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું પરંતુ ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી.
પતિ મુકેશ અનુસાર દંપતી અને તેમની બાર વર્ષની પુત્રી છ અને આઠ વર્ષના પુત્રો ઘણીવાર પિકનિક માટે જાય છે. મુકેશે એ દિવસે પણ ફરવા જવા માટે એક મિત્રની ઓટો ભાડે લીધી હતી. રવિવારે પરિવારે જુહુ ચોપાટી જવાનું નક્કી કર્યું હતું, પરંતુ હાઇટાઇડ ના કારણે બીજ પર એન્ટ્રી બંધ હતી તેથી તેઓ બાંદ્રા બાજુ ગયા હતા. જ્યાં આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment