આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી સોસાયટીની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 8 દિવસ પહેલા માતા-પિતા બનેલા દંપતીએ નદીમાં મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ‘હું નહિ રહું તો દરરોજ ઝઘડો નહીં થાય..’ આવું કહીને એક યુવક પોતાનો જીવ ટૂંકાવા માટે ઘરેથી નીકળી ગયો હતો.
ત્યારે તેની પત્નીએ તેને રોકવાના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. પરંતુ યુવકે પોતાની પત્નીની નજર સામે જ નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યાર પછી પત્નીએ આઠ દિવસની દીકરીને પુલ પર મૂકીને નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં નદીમાં ડૂબી જવાના કારણે બંનેના મોત થયા હતા. આ ઘટના બનતા જ માત્ર 8 દિવસની દીકરીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બિહારના મોતીહારીમાં બની હતી.
સુસાઇડ કરવા પાછળનું કારણ જાણીને તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે. આ ઘટનામાં મૃત્યુ પામેલા પતિનું નામ શિવનંદન જયસ્વાલ હતો અને તેની પત્નનું નામ મુસ્કાન કુમારી હતી. બંને આઠ દિવસ પહેલા જ એક દીકરીના માતા-પિતા બન્યા હતા. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો શુક્રવારના રોજ પતિ પત્ની પોતાની દીકરીને રસી મુકાવવા માટે ગયા હતા.
રસી મુકાવીને આવ્યા બાદ શિવનંદન પોતાની પત્ની અને દીકરીને ઘરે મૂકી હતી અને તે બાઈક લઈને બહાર ગયો હતો. રાત્રે 9:00 વાગી ગયા છતાં પણ તે ઘરે ન આવ્યો તેથી તેની પત્નીએ તેને ફોન કર્યા હતા. પરંતુ તે ફોન ઉપાડતો ન હતો. ઘરે આવ્યા બાદ પત્નીએ પૂછ્યું કે કેમ ફોન ઉપાડતા ન હતા. આ વાત પર પતિ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે કંટાળીને પતિ ઘરની બહાર નીકળી ગયો હતો.
ત્યારબાદ પત્ની પણ પોતાના પતિની પાછળ ઘરની બહાર નીકળી ગઈ હતી. પત્નીએ સૌપ્રથમ આ વાતની જાણ પોતાના સાસુ અને પોતાની માતાને કરી દીધી હતી. બંને લગભગ ઘરથી 600 મીટર દૂર એક નદીના પુલ ઉપર પહોંચ્યા હતા. ત્યાં પત્નીની નજર સામે પતિ પુલ ઉપરથી નદીમાં કૂદી ગયો હતો. આ દરમિયાન મુસ્કાનની માતા ત્યાં પહોંચી આવી હતી. પોતાની માતાને આવતી જોઈને મુસ્કાને પોતાની દીકરીને ભૂલ ઉપર મૂકી દીધી હતી અને પછી તેને પણ પુલ ઉપરથી નદીમાં મોતીની છલાંગ લગાવી હતી.
આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ નદીમાં પતિ પત્નીના મૃતદેહની શોધ ખોળ શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર લગભગ 15 કલાક બાદ બંનેના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment