હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ છે જેમાં એક 82 વર્ષીય રીવા બેન વાછાણી કે જેઓ રાજકોટના હાર્દસમા વિસ્તાર ગુલાબ વાટિકા સોસાયટીમાં રહે છે. એ મોજીલા દાદી નો બાઇક પર નો વિડીયો જોશો તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
એટલું જ નહીં પરંતુ એ દાદીની હિંમતને પણ દાવ દેવી પડે કે તેઓ કેટલી સ્ફૂર્તિમાં જોવા મળ્યા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના દીકરો અને દીકરી બંને લન્ડનમાં રહે છે અને ત્યાં તેઓ એમડી મેડિસિનનો અભ્યાસ કરે છે તેમના દ્વારા લંડન થી અહીં દાદી માટે એક બાઈક મોકલી છે જે લઈને દરરોજ એ દાદીમાં હવેલી જાય છે.
એટલું જ નહીં પરંતુ તેઓ ત્રણ દિવસ શેરીમાં ફેરવી પછી તેમને થયું કે શેરીમાં ફેરવવાથી કઈ ન મળે તેથી તેઓ ધીરે ધીરે બાઇક લઈને હવેલી એ જતા થયા. તેમના દીકરાએ લંડનથી મોકલેલી એ સ્પેશિયલ બાઈક લઈને દાદીમાં દરરોજ હવેલીએ જતા ત્યારે સૌ કોઈ લોકો તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા. કારણ કે આટલી ઉંમરે પણ તેઓની પૂર્તિ જોઈને સૌ કોઈ લોકો દંગ થઈ જાય.
તેમણે કહ્યું કે થોડા દિવસ તો તેમણે શેરીમાં જ ચલાવી અને પછી ધીમે ધીમે હવેલી લઈ જવાની હિંમત રાખી. અને તેઓ દરરોજ એ બાઈક લઈને હવેલી એ જતા હતા. તેમનું હાલ 83 નું વર્ષ ચાલે છે તેમની ઉંમર થઈ જતા તેમના પૌત્રને એમ થયું કે ક્યારેક રિક્ષા મળે કે ન મળે દાદી થાકી જાય.
તેથી તેમણે તેમના માટે સ્પેશિયલ લંડનથી બાઈક મોકલી. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે અઢી મહિનાથી હવેલી એ જાય છે અને આજુબાજુમાં ક્યાંય જવું પડે તો તેઓ એ બાઈક લઈને જ જાય છે. તેમણે કહ્યું કે આ બધી પ્રભુની કૃપા છે.
રાજકોટના મોજીલા દાદી…! 82 વર્ષના દાદી લંડનની બાઈક લઈને રાજકોટના રોડ ઉપર નીકળ્યા – જુઓ દાદીમાનો અનોખો વિડિયો… pic.twitter.com/ibJy2Z3Ztt
— GUJJU ROCKZ (@gujju_rockz) July 24, 2022
તેમના પૌત્રે કહ્યું હતું કે તેઓ તેમના માટે સરસ મજાની બાઈક મોકલશે અને એ દાદીનું કહેવું છે કે તેમનો દીકરો એટલો હરખીલો છે કે તેનું કંઈ નક્કી ન કહેવાય. એવામાં જ તેમણે ઠાકોરજીની કૃપાથી સવારે 9:00 વાગ્યે બાઈક લઈને ઘરેથી નીકળી પંચવટી સોસાયટીની મેઇન રોડ પર આવેલા એ ભક્તિધામ મંદિરે કીર્તન કરવા જાય છે. ત્યારે તમે પણ એ સોશિયલ મીડિયા પર થયેલા વાયરલ વીડિયોને જોવાનો ચૂકશો નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment