જય માં મોગલ : આ વ્યક્તિનો 4 લાખ રૂપિયાનો ચેક ખોવાઈ ગયો, માં મોગલની માનતા રાખી અને થોડાક સમયમાં જ…

માં મોગલનો પરચો અપરંપાર છે તેના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે, ત્યારે માં મોગલ તો આપનારી છે તેના વિશે કહીએ એટલું ઓછું પડે. આજ દિન સુધી માં મોગલે ઘણા લોકોને પરચા બતાવ્યા છે અને તેમના પર શ્રદ્ધા રાખવાથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

માં મોગલ કે જેઓ ઉપર ખુબ જ શ્રધ્ધા અને આસ્થા રાખવામાં આવે તો તે તમામ ભક્તો પર તેની કૃપા હંમેશા માટે વરસતી રહેશે અને ભક્તો પણ તેમની સમસ્યાઓ અને દુઃખ દૂર કરવા માટે માં મોગલ આશીર્વાદ લેવા માટે આવી પહોંચતા હોઈ છે. જ્યારે પણ કોઈ પણ લોકોની કિંમતી વસ્તુઓ ખોવાઈ જાય છે.

ત્યારે તેઓમાં મોગલની માનતા માની હોઈ ત્યારે માં મોગલ તે પૂર્ણ કરે છે અને ભક્તો પણ ધન્યતા અનુભવે છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ સ્થિત ધામ આવેલું છે કે જ્યાં મણીધરબાપુ પણ બિરાજમાન છે. ત્યારે એક યુવક કે જેણે પોતાના ચાર લાખ રૂપિયાનો ચેક ખોવાઈ ગયો હોવાથી માં મોગલની શ્રદ્ધા રાખીને માનતા માની હતી.

તે પૂર્ણ થઇ જતા ની સાથે જ કબરાઉ સ્થિત આવેલા મોગલ ધામમાં માં મોગલના આશીર્વાદ લેવા માટે આવી પહોંચ્યા છે. ત્યારે મણીધર બાપુ એ તેને પૂછ્યું કે તારી શું માનતા હતી ત્યારે એ યુવકે કહ્યું હતું કે મારો ચાર લાખ રૂપિયાનો ચેક ખોવાઈ ગયો હતો તેથી હું કેટલાય દિવસથી શોધતો હતો પરંતુ મળતો ન હતો છેવટે માં મોગલ ની માનતા રાખી હતી.

તેમણે વધુમાં કહ્યું કે આખા પરિવારે ચેક શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મળ્યો નહીં, ત્યારે છેલ્લે માં મોગલ ની બાધા રાખી અને કહ્યું કે જ્યારે આ ચેક મળી જશે ત્યારે માં મોગલના ચરણોમાં લાવીને 20,000 રૂપિયા અર્પણ કરીશ. થોડાક જ દિવસમાં પરચો બતાવ્યો અને તરત તેને ખોવાયેલો ચેક પાછો મળી આવ્યો. તેથી યુવક માનતા પુરી કરવા માટે માં મોગલ ધામ આવી પહોંચે છે અને મણીધર બાપુના ચરણોમાં 20,000 રૂપિયા અર્પણ કરે છે.

મણીધર બાપુએ યુવકની આશીર્વાદ આપતાં કહ્યું કે માં મોગલ તો આપનારી છે. તેની કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે ત્યારે એ પૈસા માં એક રૂપિયો ઉમેરી યુવકને પાછા આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તારી બેનને આપજે માં મોગલ રાજી થઈ જશે.

આવી જ રીતે એક વાર નહીં પરંતુ અનેક લોકોએ તેમની કિંમતી વસ્તુઓ ખોવાઈ ગઈ હોય ત્યારે માં મોગલ પર શ્રદ્ધા રાખીને માં મોગલ પર છોડી દેતા હોય છે અને માં મોગલ પણ આવા ભક્તો નો સાથ ક્યારેય છોડતી નથી અને તેમના પરચો બતાવ્યા કરે છે ત્યારે કહી શકાય કે જ્યારે દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*