આપ સૌ જાણો છો માં મોગલ જે દુઃખ દૂર કરનારી અને ભક્તોની હંમેશા સાથે રહેનારી અને વારંવાર તેમના પરચા બતાવતી. માં મોગલ ભકતો ઉપર અસીમ કૃપા વરસાવતા રહે છે. ત્યારે આજે આપણે તેમની વાત કરીએ તો માં મોગલ અપરંપાર છે. તેમના દર્શન માત્રથી જીવન ધન્ય થઈ જાય છે. અને જ્યારે પણ કોઈપણ ભક્તને દુઃખ આવે કે પછી સમસ્યા આવે ત્યારે માં મોગલ ની માનતા રાખવાથી માં મોગલ તેને અચૂક પૂર્ણ કરે છે..
માં મોગલ તો કઠિનમાં કઠિન કામ પૂર્ણ કરી દે છે, ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં મોગલ ના આશીર્વાદથી એક દંપતીના ઘરે સુખ આવ્યું છે. કે જેમને તેમના લગ્નના ઘણા વર્ષો વીતી ગયા પરંતુ તેમને સંતાનનું સુખ પ્રાપ્ત થયું ન હતું. ત્યારે માં મોગલ ના આશીર્વાદ માત્રથી તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું.
અને ખૂબ જ ધન્યતા અનુભવે છે. આ દંપતી વિશે વાત કરીશું તો આ દંપતીના ઘરે ઘણા વર્ષો પછી સંતાન સુખ મળ્યું હોવાથી તેઓ માં મોગલના આશીર્વાદ લેવા માટે કબરાઉ સ્થિત આવેલું માં મોગલ નું ધામ કે જ્યાં આવી પહોંચ્યા હતા ત્યારે તેમણે માં મોગલના આશીર્વાદ લેતા કહ્યું કે મારા લગ્નના પાંચ વર્ષ થયા પછી મને માં મોગલ ના આશીર્વાદથી જુડવા દીકરા અને દીકરી નો જન્મ થયો છે.
તેથી અમારો પરિવાર ખુશખુશાલ છે. અને માં મોગલે તેમની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. આ મહિલાએ કબરાઉ સ્થિત એવા મણીધર બાપુને કહ્યું કે સંતાન માટે ઘણી બધી તકલીફોનો સામનો કર્યો છે. ઘણી બધી જગ્યાએ બધું જ કરી લીધું. પરંતુ સંતાન સુખ ની મનોકામના પૂર્ણ થઈ અંતે માં મોગલ ને શ્રદ્ધાથી અને તેમની માનતા રાખી હતી.
જેના થકી થોડાક જ સમય બાદ માં મોગલે પરચો બતાવ્યો અને અમારા ઘરે જુડવા દીકરા અને દીકરી નો જન્મ થયો ત્યારે એમાં આ મહીલા કહે છે કે માં મોગલ ને ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાથી માનવામાં આવે તો તે ભક્તોના દરેક સમસ્યામાં સાથ આપી રહ્યા છે. આ દંપતીના ઘરે માં મોગલ એ પરચો બતાવ્યો હોવાથી આખું પરિવાર ખુશખુશાલ થઈ ગયો. અને તેમના ઘરે સંતાનસુખ પાંચ વર્ષ પછી મળવાથી તેઓ રાજી થઈને માં મોગલ ને દર્શન માટે આવ્યા છે.
ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે માં મોગલ ને શ્રદ્ધા રાખવાથી તે બધા જ ભક્તોના દુઃખ દૂર કરે છે. અને સમસ્યાઓ પણ દૂર કરે છે તેમને કોઈ સોનું ચાંદી કે દાનની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. માં મોગલ ક્યારેય કોઈને નિરાશ થવા દેતી નથી અને હંમેશા લોકો નું સારું જ ઈચ્છે છે અને મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું હતું કે જ્યાંથી ધરતી નો અંત આવે છે, ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment