15 ડિસેમ્બર 2021 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ને 5 વર્ષ માટે એટલે કે નાણાકીય વર્ષ 2021-26 માટે મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો કે આ યોજનાઓનો સીધો લાભ 22 લાખ ખેડૂતોને મળશે.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2015 માં એક umbrella સ્કીમ તરીકે શરૂ કરવામાં આવી હતી.
આ યોજના જળ શક્તિ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો પ્રથમ ઉદ્દેશ AIBP અને હર ખેત કો પાણી છે.આમા હર ખેત કો પાણીમાં પણ 4 ભાગો છે.
જેમ કે CAD,SMI,RRR અને ગ્રાઉન્ડ વોટર ડેવલપમેન્ટ કંપોનેટ છે.PMKSY માં યોજનાઓનો સમાવેશ થાય છે જે અન્ય વિભાગો દ્વારા સંચાલિત છે.
પર ડ્રોપ મોર ક્રોપ યોજના કૃષિ વિભાગ દ્વારા લાગુ કરવામાં આવે છે અને વોટરશેડ વિકાસ યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલયે સાથે સંબંધિત જમીન સંસાધન વિકાસ વિભાગ દ્વારા લાગુ કરવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment