ગોંડલમાં રોડ પર ગાય આડે આવતા બાઈક અને રિક્ષા વચ્ચે થયું જબરદસ્ત અકસ્માત, બે વૃદ્ધોના મૃત્યુ…

Published on: 10:27 am, Thu, 16 December 21

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગોંડલમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મોવિયાથી શ્રીનાથગઢ જતા રોડ ઉપર રીક્ષા અને બાઈક વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં જુના વાઘણિયા ગામના બે વૃદ્ધ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર જુના વાઘણીયા ગામમાં રહેતા 60 વર્ષીય નાનજીભાઈ મોહનભાઈ ગેવરીયા અને 77 વર્ષીય નાગજીભાઈ લક્ષ્મણભાઈ બાલધા GJ 03 BW 1055 નંબરની પોતાની બાઇક લઇને કાપડની ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા.

ત્યારે શ્રીનાથગઢ મોવિયા રોડ પર GJ 14 AQ 3464 નંબરની રીક્ષા સાથે તેમની બાઈકનું જબરદસ્ત અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં નાનજીભાઈ નું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું જ્યારે અકસ્માતમાં નાગજીભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેઓને સારવાર માટે તાત્કાલીક ગોંડલ થી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમનું પણ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ બંને વૃદ્ધના મૃત્યુને પોસ્ટ મોર્ટમ માટે ગોંડલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બન્યા બાદ રિક્ષા ચાલક ઘટના સ્થળે રીક્ષા મૂકીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગોંડલમાં રોડ પર ગાય આડે આવતા બાઈક અને રિક્ષા વચ્ચે થયું જબરદસ્ત અકસ્માત, બે વૃદ્ધોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*