મોદી સરકારનો નવો નિયમ તમને ટેન્શનમાં નાખી શકે છે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ઓગસ્ટે ટ્રાન્સપેરન્ટ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ ને લોન્ચ કર્યું છે . સાથે જ ટેક્સનો વિસ્તાર વધારવા તેમને ફેસ લેસ એસેસમેન્ટ અને રિટર્ન દાખલ કરવામાં સરળતા લાવવા જેવા અનેક ટેક્સ સુધારાની પણ જાહેરાત કરી છે. અનેક વ્યવસ્થામાં સુધાર સરળતા અને પારદર્શિતા લાવવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે. સરકારે ટેક્સ ની લેવડ દેવડ ઘટાડવાનો પણ નિર્ણય કર્યો છે.આવું કરવા પાછળ ટેક્સ આધાર વધારવા અને તેની ચોરી રોકવાનો છે.

જો તમે કોઈ વ્હાઈટ ગુડસ ખરીદો છો, ટેક્સ ચૂકવો છો. મેડિકલ કે લાઇફ ઇન્સ્યોરન્સ અને હોટલ બિલની ચુકવણી કરો છો તો બિલર ને તેની સૂચના સરકારને આપવી પડશે. તેના તમામ ખર્ચ FORM 26 ASદાખલ કરવા પડશે.

અમિત પટેલે જણાવ્યું કે સરકારે બલેક મની ની બહાર નીકળવા માટે નો નવો કાનૂન બનાવ્યો છે. અને કેટલાક ખાસ લેવડદેવડ અને ખરીદ વેચાણના મામલે જાણકારી આપવી હવે અનિવાર્ય કરી છે. હવે જોવાનું તો તે રહ્યું છે કે આ કાનૂન લાગુ થતા શું વ્યક્તિગત કરદાતા નું ભારણ વધે છે કે કેમ?પણ જૂન 2020 માં કરદાતાને આ રીતની તમામ નોટિસ મળી રહી છે જેમાં કહેવાય છે કે આ વાતની પુષ્ટિ કરવા તેમને કેટલાક ખાસ હાઈ લેવડ-દેવડ કરી છે કે કેમ?

તમે ઓનલાઇન આ મામલે જાણકારી મેળવી પુષ્ટિ કરી શકો છો . વળી જો તમે આવી કોઈ લેવડ-દેવડની ના પાડો છો તો ટેક્સ વિભાગ કોર્શ વેરીફીકેશન પણ કરશે અને જો તમારો જવાબ ખોટો પડે તો ઇન્કમટેક્સ રિટર્ન માં બદલાવ કરવો પડશે.

હવે તમારે 20,000 રૂપિયાની વધુના ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કે હોટેલના બિલની ચુકવણી કે પછી જીવન વીમા પર 50 હજાર રૂપિયાથી વધુ ખર્ચ કરો છો. તો તેની તમામ જાણકારી તમારે સરકારને આપવી પડશે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*